આવતીકાલથી ઐંદ્ર યોગમાં શારદીય નવરાત્રીનો પ્રારંભ : આ રીતે કરો માતાજીની પૂજા વિધિ, વાંચો સંપૂર્ણ માહિતી
આવતીકાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં નવરાત્રિ વર્ષમાં એકવાર નહીં પરંતુ ચાર વખત આવે છે. જેમાં બે વખત ગુપ્ત નવરાત્રી અને બે વખત ચૈત્ર અને શારદીય નવરાત્રી છે. તેમાંથી શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે આસો મહિનામાં શરૂ થાય છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાના નામનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન વ્રત રાખવાની પરંપરા પણ છે, જેના કારણે દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન વ્રત રાખવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે, ઇચ્છિત પરિણામોની સંભાવના પણ સર્જાય છે.
આ વખતે શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબર 2024થી શરૂ થઈ રહી છે, જે 11મી ઓક્ટોબરે સમાપ્ત થશે. આ દરમિયાન 12મી ઓક્ટોબરે દુર્ગા વિસર્જન થશે. તે જ સમયે, પૂજા માટે ઘણા શુભ યોગો રચાઈ રહ્યા છે, જેમાં આઈન્દ્ર યોગનું નામ મુખ્યત્વે સામેલ છે. આવી સ્થિતિમાં આવો જાણીએ પૂજાની પદ્ધતિ વિશે.
નવરાત્રી પૂજા વિધિ
- શારદીય નવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ. આ પછી સ્વચ્છ કપડાં પહેરો.
- આ પૂજા દરમિયાન સૌથી પહેલા બાજોઠ લગાવો અને તેના પર લાલ કપડું પાથરી દો.
- ત્યાર બાદ ત્યાં સ્વસ્તિક ચિન્હ બનાવો.
- હવે રોલી અને અક્ષતથી તિલક કરો અને પછી ત્યાં માતાજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
- માતાના દરબારમાં અગરબત્તી પ્રગટાવો અને માતાને ફૂલ ચઢાવો.
- આ પછી, તમામ સોળ શણગારની વસ્તુઓ ચડાવો
- ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
- અંતમાં માતાની આરતી કરતી વખતે ભૂલોની માફી માંગવી જોઈએ.
શારદીય નવરાત્રી 2024 તારીખ
- પ્રથમ દિવસ – મા શૈલપુત્રી – 3 ઓક્ટોબર 2024
- બીજો દિવસ – માતા બ્રહ્મચારિણીની પૂજા – 4 ઓક્ટોબર 2024
- ત્રીજો દિવસ– મા ચંદ્રઘંટાનું પૂજન – 5 ઓક્ટોબર 2024
- ચોથો દિવસ – માતા કુષ્માંડાની પૂજા – 6 ઓક્ટોબર 2024
- પાંચમો દિવસ – માતા સ્કંદમાતાની પૂજા – 7 ઓક્ટોબર 2024
- છઠ્ઠો દિવસ – માતા કાત્યાયનીની પૂજા – 8 ઓક્ટોબર 2024
- સાતમો દિવસ – મા કાલરાત્રીની પૂજા – 9 ઓક્ટોબર 2024
- આઠમો દિવસ – માતા સિદ્ધિદાત્રીની પૂજા – 10 ઓક્ટોબર 2024
- નવમો દિવસ – મા મહાગૌરીની પૂજા – 11 ઓક્ટોબર 2024
- વિજયાદશમી – 12 ઓક્ટોબર 2024, દુર્ગા વિસર્જન