રાજકોટની ન્યુ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનું સરાજાહેર ઉલ્લંઘન : નોટરી-વકીલો ગેરકાયદેસર કરાર કરી આપતા હોવાનો આરોપ
રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ અનેક સોસાયટીમાં અશાંતધારો અમલમાં હોવા છતાં સોસાયટીના રહીશોને અંધારામાં રાખી 40 ફૂટના રોડ ઉપર વિધર્મીઓને પાંચથી છ મકાનનું વેચાણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી રજુઆત સ્થાનિકોએ જિલ્લા કલેકટર સમક્ષ કરી આવા ગેરકાયદેસર વેચાણ વ્યવહાર કરતા વકીલોને કડક સૂચના આપવા માંગ કરી પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજકોટ શહેરના વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ પર અનેક સોસાયટીમાં અશાંતધારો લાગુ પાડવામાં આવેલ છે. પરંતુ આ કાયદાનું પાલન થતું ન હોવાનો આરોપ લગાવી ન્યુ કેદારનાથ સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા અહીં બે રોકટોક મકાન ખરીદવામાં આવે છે. જે અંગેની ફરિયાદ સોસાયટી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવેલ હતી.ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. આમ છતાં જમીન મકાન લે-વેચ ના એજન્ટો (દલાલો) દ્વારા હજુ પણ મકાનનું વેચાણ કરવવામાં આવી રહ્યું હોય આ પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિકોએ માંગ કરી હતી.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર પેસેન્જરોએ લગાવ્યો પાણીનો પોકાર: અડધો દિવસ ‘પાણી’ ન આવ્યું..!!
વધુમાં સ્થાનિકોએ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, ન્યુ કેદારનાથ સોસાયટી તથા ન્યુ સાગર સોસાયટી વચ્ચે આવતા 40 ફૂટ રોડ પર તાજેતરમાં જ પાચ થી છ મકાનનું વેચાણ થયું છે જેમાં સોસાયટીના રહીશોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું પણ જણાવી ઉમેર્યું હતું કે, અમારી સોસાયટીમાં અશાંતધારો લાગુ હોવા છતાં અમુક નોટરી અને વકીલો કાયદાનું ઉલ્લંઘન કરી વિધર્મીઓને મકાન વેચાણના કરી નો\આપતા હોય આવી પ્રવૃત્તિ બંધ કરાવી આ સોસાયટીમાં અનેક લોકો સનદથી વંચિત હોય સનદ આપવા પણ માંગણી કરી હતી.