ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને IPL-2025માં મળી મોટી જવાબદારી… જાણો શું છે ?
ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને આઈપીએલ-૨૦૨૫માં મોટી જવાબદારી મળી છે. T-20 વર્લ્ડ કપ જીતવામાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને IPL 2025 માટેરાજસ્થાન રોયલ્સના હેડ કોચ બન્યા છે.
ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે દ્રવિડે તાજેતરમાં જ ફ્રેન્ચાઈઝી સાથે કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તે આગામી મેગા ઑક્શન પહેલાં ખેલાડીઓને રિટેન કરવા અંગે પણ ફ્રેન્ચાઈઝી સાથે વાતચીત કરી ચૂક્યા છે. દ્રવિડ અને રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસન સાથે વર્ષોથી સંબંધ છે અને બન્ને સંજુ અન્ડર-૧૯માં રમતો ત્યારથી એકબીજા સાથે પરિચીત છે.
આ ઉપરાંત દ્રવિડનો રાજસ્થાન રોયલ્સ સાથે પણ લાંબો ઈતિહાસ રહ્યો છે. તે આઈપીએલ-૨૦૧૨ અને ૨૦૧૩માં કેપ્ટન હતા અને ૨૦૧૪ તેમજ ૨૦૧૫ આઈપીએલ સીઝનમાં ટીમ ડાયરેક્ટર અને મેન્ટોર તરીકે કામ કર્યું છે. ૨૦૧૬માં દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)માં ચાલ્યા ગયા હતા.
વિક્રમ રાઠોડ પણ પરત ફરશે…
ક્રિકઇન્ફોના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાન રોયલ્સ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિક્રમ રાઠોડને દ્રવિડના સહાયક કોચ બનાવી શકે છે. રાઠોડ, ભૂતપૂર્વ ભારતના પસંદગીકાર, 2019 માં ભારતના બેટિંગ કોચ બનતા પહેલા NCAમાં દ્રવિડના કોચિંગ સ્ટાફનો ભાગ હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દ્રવિડ IPLમાં રાજસ્થાન રોયલ્સની કોચિંગ સંભાળશે. કુમાર સંગાકારા, જે 2021 થી ટીમના ડિરેક્ટર ક્રિકેટ છે, તે ફ્રેન્ચાઇઝી સાથે રહેશે અને અન્ય લીગમાં તેમની ટીમોની સંભાળ રાખશે. તેમાં SA20માં પાર્લ રોયલ્સ અને CPLમાં બાર્બાડોસ રોયલ્સનો સમાવેશ થાય છે.