ચુંટણી નિયમોમાં સંશોધન વિરુધ્ધ કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી
ચૂંટણી નિયમોમાં સંશોધનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. મંગળવારે કોંગ્રેસે કેન્દ્ર સરકારના ચૂંટણી નિયમોમાં સંશોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.
કોંગ્રેસે આશા વ્યક્ત કરી કે, સુપ્રીમ કોર્ટ ઝડપથી ખતમ થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. સામાન્ય લોકો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું નિરીક્ષણ નહીં કરી શકે. કોંગી નેતા જયરામ રમેશ દ્વારા અરજી દાખલ કરાઇ હતી.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોના જાહેર નિરીક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સંશોધન બાદ હવે સામાન્ય લોકો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું નિરીક્ષણ નહીં કરી શકે. નવા નિયમ પ્રમાણે સરકારે સીસીટીવી કેમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગ જેવા અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોના જાહેર નિરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનો હેતુ આ રેકોર્ડ્સના સંભવિત દુરુપયોગને રોકવાનો છે.