- તરઘડીયાની 7 માસની બાળકી,ધાંગધ્રાના 2 વર્ષના બાળક,દ્વારકાથી રાજકોટ આવેલા 5 વર્ષના બાળક અને અમરેલીના વડીયાની 5 વર્ષની બાળકીમાં લક્ષણો જોવા મળતા સારવાર હેઠળ : દર્દીનો આંકડો 12એ પહોંચ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજ્યભરમાં ચાંદીપુર વાયરસની અસર વધી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં એક જ દિવસમાં વધુ ચાર નવા કેસ નોંધાયા છે. જેમાં તરઘડીયાની 7 માસની બાળકી,ધાંગધ્રાના 2 વર્ષના બાળક,દ્વારકાથી રાજકોટ આવેલા 5 વર્ષના બાળકમાં અને અમરેલીના વડીયાની 5 વર્ષની બાળકીમાં વાયરસના લક્ષણો જોવા મળતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 12 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે.
જેમાં 12 દર્દીઓ પૈકી 3 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ 6 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. અને 3 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.જ્યારે સિવિલમાં ચાંદીપુરાની શંકા સાથે લાવવામાં વધુ ચાર દર્દીમાં આજી ડેમ પાસે થોડા દિવસ પહેલા દ્વારકા જામરાવલના પરિવારના પાંચ વર્ષના બાળકમાં તાવ સહિતના લક્ષણો હોઈ સિવિલમાં બતાવતા ચાંદીપુરા હોવાની શંકા ઉપજતાં દાખલ કરાયેલ છે.ડો હેતલ કયાડાના જણાવ્યા અનુસાર અન્ય એક ૭ મહિનાની બાળકીને પણ ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે. આ બાળકી રાજકોટના કુવાડવાના તરઘડીયાથી આવેલી છે. આ બાળકીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જ્યારે બે વર્ષના બાળકનો પરિવાર હાલ સુરેન્દ્રનગરના ધ્રાગધ્રામાં રહે છે. આ પરિવાર મુળ પાવગઢનો વતની છે. બે મહિના પહેલા પાવાગઢથી ધ્રાંગધ્રા આવ્યો છે.જ્યારે અમરેલીના વડીયાની 5 વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને અહી દાખલ કરવામાં આવી છે. આમ એક જ દિવસમાં વધુ ચાર નવા શંકાસ્પદ દર્દી દાખલ થતાં આજે દર્દીઓની સંખ્યા 12 પર પહોંચી છે.