કેદારનાથમાં હજારો ભાવિકોનું રેસ્ક્યુ : યાત્રા રોકી દેવાઈ
સેનાના હેલિકોપ્ટરો આવ્યા મદદે, 16 લોકોના મોત : રસ્તાને ભારે નુકસાન
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે અને NDRFની 12 ટીમો અને SDRFની 60 ટીમો તૈનાત કરવામાં આવી છે.
ઉતરાખંડમાં વરસી રહેલા અભરે વરસાદના કારણે હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે 2000થી વધુ લોકો લિંચોલી અને ભીંબલી નજીક પગપાળા માર્ગ પર ફસાયેલા હતા અને તેમને બચાવવા માટે 5 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. આ ભાવિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આમ છતાં હજુ કેટલાક યાત્રીઓ ફસાયા હોવાનું જણાવાયું છે.
મુંકટિયાથી સોનપ્રયાગ સુધી 450 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા હતા. હવામાન વિભાગે
રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એનકે રાજવારના જણાવ્યા અનુસાર, ગૌરીકુંડથી શરૂ થતા 16 કિલોમીટર લાંબા કેદારનાથ ટ્રેકને ઘોડા પડાવ, લિંચોલી, બડી લિંચોલી અને ભીંબલીમાં નુકસાન થયું છે. રામબાડા પાસેના બે પુલ પણ ગઈરાત્રે ધોવાઈ ગયા હતા. જિલ્લા વહીવટીતંત્રે બે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે – 7579257572 અને 01364-233387 અને ઇમરજન્સી નંબર 112.