રાજ્યસભામાં સંખ્યા બળ વધારવા માટે ઓડિશામાં ભાજપનું ઓપરેશન કમલમ
બીજેડીના રાજ્ય સભાના મહિલા સાંસદ રાજીનામું આપી ભાજપમા જોડાઈ ગયા
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજેડી પાર્ટીના રાજ્ય સભાના મહિલા સાંસદ મમતા મહાંતા રાજ્ય સભાના સભ્ય તરીકે રાજીનામું આપી બીજા જ દિવસે ભાજપમાં જોડાઈ ગયા હતા.
ઓડિશાના કુદુમી સમુદાયના મોટા ગજાના મનાતા આ મહિલા નેતા 2020 માં રાજ્ય સભામાં બિજેડીના ઉમેદવાર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.તેમની ટર્મ પૂરી થવામાં હજુ બે વર્ષ બાકી હતા ત્યાં તેમણે અચાનક રાજીનામું ધરી દીધું હતું. તેમણે તેમની કે તેમના સમુદાયની બીજેડી ને કોઈ જરૂર ન હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.તેમના રાજીનામા સાથે હવે બીજેડીનું રાજ્યસભામાં સંખ્યાબળ ઘટીને આઠ થઈ ગયું છે.હવે એ બેઠક માટે નવેસરથી ચૂંટણી થશે અને વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી હોવાને કારણે ભાજપના જ ઉમેદવારનો વિજય થશે.ભાજપ એ ચૂંટણીમાં મમતા માહંતાને જ ટિકિટ આપશે તેવું માનવામાં આવે છે.
ભાજપે હળવેક રહીને ખેલ પાડી દીધો
એક સમયે ભાજપને આંધળું સમર્થન આપનાર બીજેડીએ હવે રાજ્યસભામાં ભાજપનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.રાજ્યસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી.આ સંજોગોમાં બીજેડીના સભ્યને તોડી વિપક્ષનું સંખ્યાબળ ઘટાડવા અને એ ખાલી થયેલી બેઠક ઉપર વિજય મેળવી પોતાનું સંખ્યા પણ વધારવા ભાજપે આ ખેલ કર્યો હોવાનો બીજેપીના પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો. જો કે ભાજપે બીજેડીના નેતાઓ પ્રવીણ પટનાયકમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા હોવાથી પક્ષ છોડી રહ્યા હોવાનું જણાવ્યું હતું.