ડિસેમ્બરમાં આટલા દિવસ બૅન્કો રહેશે બંધ
બેન્કમાં પૂરતા સ્ટાફ સહિતની માંગણી સાથે કર્મચારીઓ કરશે હડતાલ
ડિસેમ્બર માસમાં બેન્કેાનું કામ કાજ કેટલાક દિવસેા બંધ રહી શકે છે જેના કારણે ગ્રાહકેાને મુશ્કેલીનેા સામનેા કરવેા પડી શકે છે. આગામી મહિનામાં વિવિધ બેન્કેામાં હડતાળ રહેશે. ઓલ ઈન્ડિયા બેન્કેા એમ્પલેાઇઝ એસેાસિએશન (AIBEA) એ આ અંગે એક નેાટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે.
AIBEA એ ડિસેમ્બર 2023માં અલગ-અલગ તારીખે બેન્કેામાં હડતાલની જાહેતાર કરી છે. જેમ 4 થી 11 ડિસેમ્બર સુધી રજા રહેશે. 4 ડિસેમ્બરે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્ક, તા.5મીએ બેન્ક ઓફ બરેાડા અને બેન્ક ઓફ ઇન્ડિયામાં, તા.6એ કેનેરા બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, તા.7મીએ ઇન્ડિયન બેન્ક અને યુકેા બેન્ક, તા.8મીએ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર, તા.9 અને 10મીએ બેન્કેામાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા જ્યારે તા.11મીએ ખાનગી બેન્કેામાં હડતાલ રહેશે.
મહત્વનું છે કે, બેન્ક કર્મચાચરીઓની આ હડતાળ પાછળનું મુખ્ય કારણ બેન્ક પૂરતા સ્ટાફની માંગ છે. આ સાથે બેંકીંગ સેક્ટરમાં આઉટસેાર્સિંગ પર પ્રતિબંધ મૂકીને કાયમી નેાકરીઓની સંખ્યામાં વધારવા જેવી માંગણીઓ પણ સામેલ છે.