કરિયાણાની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ સાથે ગુટખા પણ લઈ ગયા..!
શહેરના ચુનારાવાડ વિસ્તારમાં આવેલી એક કરીયાણાની દુકાનમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો રોકડ ૧૦ હજાર તો લઈ ગયા સાથોસાથ દુકાનમાં રહેલ ગુટખાના પેકેટો પણ ઉસેડી ગયા હતા.
વિગતો મુજબ, ચુનારા વોર્ડ શેરી નંબર 4 માં નવજીવન સ્ટોર્સ નામની કરિયાણાની દુકાન ચલાવતા રવિ અમીનભાઇ દાદવાણીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,ગત તારીખ ૩ ના રાત્રીના ૯.૩૦ વાગ્યે પોતે દુકાન બંધ કરીને ઘરે નીકળી ગયો હતો બીજા દિવસે સવારે પરત આવતા દુકાનના શટરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અંદર જઈને તપાસ કરતા કાઉન્ટરના ટેબલમાં રાખેલ રૂપિયા 10,000 જોવા મળ્યા ન હતા વધુ તપાસ કરતા દુકાનમાં પડેલા વિમલ ગુટખા અને બજરના અમુક પેકેટો પણ દેખાયા ન હતા. બનવા અંગે પોલીસે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..