રાજકોટ એરપોર્ટ પર 65 દિવસમાં 55,000 કિલો કાર્ગોની ઉડાન : માત્ર 8 દિવસમાં 16,000 કિલો ચાંદી કાર્ગોમાં મોકલાઇ
રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ ફરીથી કાર્ગો સેવા શરૂ થયાનાં બે મહિનામાં 55 ટન કાર્ગો પાર્સલ રવાનાં થયા છે.ઓગસ્ટ મહિનાનાં અંતિમ પડાવમાં હીરાસર એરપોર્ટથી આઉટબાઉન્ડ કાર્ગો ઓપરેશન શરૂ થયું હતું.જેમાં એર ઇન્ડિયા પછી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા કાર્ગોની સુવિધા શરૂ કરી દેવામાં આવતાં રાજકોટનાં વેપારને વિકાસની નવી પાંખો મળી છે.જો કે હાલમાં પેસેન્જર ફલાઈટમાં કાર્ગો સેવા શરૂ થઈ છે,જો કાર્ગો માટેની વિશેષ ફલાઇટ સાથે કાર્ગો ટર્મિનલ બની જાય તો સોનામાં સુગંધ ભળી જશે ને જવેલરીથી લઈ સી ફૂડ સહિત તમામ બિઝનેસ સેકટરને વિકાસનું આભ મળી શકે એમ છે.

હાલમાં અત્યારે પેસેન્જર ટર્મિનલ પરથી કાર્ગોની કામગીરી કરાય રહી છે. રાજકોટના જુના એરપોર્ટ પર કાર્ગો સર્વિસ 9 વર્ષ સુધી બંધ રહી હતી ત્યારબાદ 2021 માં કાર્ગો સર્વિસની શરૂઆત થઈ હતી. જે મંથર ગતિએ ચાલતી હતી. હિરાસર ખાતે નવું એરપોર્ટ શરૂ થઈ જતા અહીં ફરીથી કાર્ગો સર્વિસ ને બ્રેક લાગી ગઈ હતી. આખરે ત્રણ વર્ષ બાદ કાર્ગો સર્વિસથી ઉદ્યોગકારો અને ઝવેરીઓને હાશકારો થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હજારો એકમકારોને હવે તેમનાં કાર્ગો હવે અમદાવાદ અને મુંબઈ સુધી નહીં મોકલવા પડે.

આંકડાકીય માહિતીને આધારે,આ બે મહિનામાં ઇન્ડિગોએ 40 ટન અને એરઇન્ડિયાએ 15 ટન કાર્ગો રવાના કર્યા છે.કુલ 55 ટન કરતાં વધુ પાર્સલો હીરાસરથી દિલ્હી,મુંબઈ,હૈદરાબાદ, બેંગ્લોર, પુણે,ગોવા અને ત્યાંથી અલગ શહેરોની ફલાઇટ ઉપરાંત ઇન્ટરનેશનલ ફલાઇટ સુધી આ કાર્ગો પહોંચ્યા છે.જેમાં વેલ્યુબલ પ્રોડક્ટ જેમ કે,ચાંદી, ઓટોપાર્ટ્સ,મશીનરી પાર્ટ્સ,કુરિયર,સી ફૂડ,પોસ્ટલ મેલ કાર્ગો આઉટબાઉન્ડ થયાં છે.
આ પણ વાંચો :સરકારનાં નવા નિયમથી રાજકોટનાં 455 ટ્યુશન કલાસીસનાં શિક્ષકો ‘બેરોજગાર’ થશે! કલેકટરનાં માધ્યમથી સરકારને રજુઆત
જો કાર્ગો ટર્મિનલ કાર્યરત થશે તો માલ મોકલવાની કેપેસિટી વધશે
હાલમાં પેસેન્જર ટર્મિનલ પરથી કાર્ગો નું કામ શરૂ કરાયું છે.જ્યારે જૂનું ટર્મિનલ કાર્ગો માટે ફાળવી દેવામાં આવ્યું છે,જેના માટે AAICLAS ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે એરપોર્ટ ઓથોરિટીની સિસ્ટર કંપની ગણાય છે જેના દ્વારા જુના ટર્મિનલ પર કાર્ગો ની કામગીરી શરૂ થવાની વાત હતી પરંતુ હજુ સુધી આ યોજના ત્યાં અટવાઈ છે તે અંગે ઓથોરિટી ચૂપકીદી રાખી રહ્યું છે,જો અહીં કાર્ગો ટર્મિનલ શરૂ થાય તો આખો દિવસ પાર્સલ લોડ કરી સાચવી શકાય આથી માલ મોકલવાની કેપેસિટી પણ વધી શકે એમ છે.
આ પણ વાંચો :રાજકોટના હિરાસર એરપોર્ટ પર 5 જ મિનિટમાં પેસેન્જરોની બેગમાંથી રોકડ-ઘરેણાની ચોરી, LCB ટીમે શખ્સને દબોચ્યો
ડે ટાઈમ પર બુકીંગ સ્લોટ મળે તો બધી જ ફલાઈટમાં પાર્સલ ટેકઓફ થાય
હાલમાં રાત્રે 11 થી 2.25 વાગ્યા સુધી જ કાર્ગો આઉતબાઉન્ડ માટે લેવાની સુવિધા છે.જેને કારણે સવારની ફલાઈટમાં કાર્ગો જાય છે.જો સવારે બુકીંગ સ્લોટ મળે તો બપોરની કે સાંજની ફલાઈટમાં પાર્સલ મોકલી શકાય.રાજકોટથી સિલ્વર અને ઓટોપાર્ટ્સ મોકલાય છે.જો આખો દિવસ કાર્ગોની ફેસિલિટી મળે તો ફૂડ પ્રોડક્ટ પણ મોકલવામાં સરળતા રહે. ઘણી વખત ફ્લાઇટ એમાં મળવાથી કાર્ગો અમદાવાદ મોકલવો પડે છે જેના કારણે વિલંબ થતો હોય છે વરસાદમાં કાર્ગોશેડ અને સ્ટોરેજ માટેની પૂરતી સુવિધા ન હોવાથી પાર્સલ ભીંજાઈ જવાની મુશ્કેલી ઊભી થાય છે. કાર્ગો હેન્ડલિંગ અને સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુધારવા માટેની માંગણી છે.
માત્ર 8 દિવસમાં 16,000 કિલો ચાંદી કાર્ગોમાં મોકલાઇ
રાજકોટ દેશનાં અન્ય શહેરો સાથે બિઝનેસ કનેક્ટિવિટી ધરાવે છે,ખાસ કરીને જવેલરી માટેનું હબ છે ત્યારે 8 દિવસમાં રાજકોટનાં રિયા એર એક્સપ્રેસનાં આશુતોષ પાંડેએ જણાવ્યું હતું કે,તેમની કંપની દ્વારા 16,000 કિલો(16 ટન) ચાંદી મોકલવામાં આવી છે.અહીંથી એર ઇન્ડિયાની ફલાઇટમાં મુંબઈ અને દિલ્હી મોકલવામાં આવી હતી.એક દિવસમાં સરેરાશ 4 ટન કાર્ગો રાજકોટ એરપોર્ટ પર ઉડાન ભરે છે.
