વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં મોટા અવાજે રાત્રીના 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા મામલે પોલીસે અનેક કાર્યવાહી કરી છે.પરંતુ પોલીસે પ્રથમ વાર ખુબ મોટા અવાજે રિક્ષામાં ટેપ વગાડતા તેના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિગતો મુજબ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ કોઠારીયા રોડ સ્વીમિંગ પૂલ નજીક રાત્રીના જયા પાર્વતીના જાગરણ નિમીતે બદોબસ્તમાં હોઇ આ સમયે કોઠારીયા તરફથી જી૪૦૩એયુ-૩૩૯૭ નંબરની એક રિક્ષા આવતી હોઇ તેમાં ખુબ મોટા અવાજે ટેપ વાગતું હોઇ તેને અટકાવી તેનું નામ પૂછતાં સાહિલ ઇકબાલભાઈ રાઠોડ (ઉ.વ.ર૧- રહે. અંકુર સોસાયટી-૧ જંગલેશ્વર) જણાવ્યું હતું. બાદમાં પોલીસે સાઉન્ડ લેવલ મીટર કીટની મદદથી અવાજની માત્રા ચેક કરતા નિયમ કરતા તે વધુ જણાતા તેના વિરુદ્ધ ગુનો નોંધી ચાલકને નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવી હતી.
