ગોંડલમાં વ્યાજખોરે ખેડૂતની જમીન પડાવી લીધી
ખેડૂતે 6.50 લાખનું 13 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં પણ ઉઘરાણી કરી ધાકધમકી આપી : પોલીસે ગુનો નોંધ્યો
ગોંડલના મોવિયા ગામે રહેતા નાએ ખેતી કામ કરતાં ખેડૂતે ગોંડલના વ્યાજખોર પાસેથી કટકે-કટકે 6.50 લાખ વ્યાજે લીધા હતા.અને તેની સામે પોતે 13 લાખ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર તેને ધમકીઓ આપી વધુ વ્યાજ ઉઘરાવવા ખેડૂતની જમીન પણ પડાવી લેતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ ગોંડલ તાલુકાના મોવીયા ગામે ગોવિંદનગર શાળા પાસે રહેતા ખેડુત ચંદુભાઈ શવજીભાઈ રાદડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ગોંડલના માવજીભાઈ છગનભાઈ કોટડિયાનું નામ આપતા જણાવ્યું હતું. કે, તેમને રૂપિયાની જરૂર પડતા પાંચેક વર્ષ પૂર્વે ચંદુભાઈ પાસેથી 4 ટકા વ્યાજે એક લાખ લીધા હતા જેના અવેજમાં આરડીસી બેંકના કોરા ચેક આપ્યા હતાં. બાદમાં વધુ રકમની જરૂર પડતા 5.50 લાખ એમ મળી કુલ 6.50 લાખ વ્યાજે લીધા હતા. એનએ તેની સામે 13 લાખ જેટલી વ્યાજની રકમ ચુકવ્યા છતાં વ્યાજખોરે વધુ વ્યાજ વસૂલવા માટે તેમની જમીન પડાવી લીધી હતી.અને ધાક ધમકીઓ આપતા હોવાથી ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી છે.