રાજકોટમાં ચાંદીપુરા વાયરસે 10 વર્ષના બાળકનો ભોગ લીધો
રેન્દ્રનગરના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો : હાલ કુલ 9 દર્દીઓ સારવારમાં
રાજ્યભરનું આરોગ્ય તંત્ર ચાંદીપુરાના રોગચાળાને કારણે દોડધામ કરી રહ્યું છે. એનએ વાયરસથી મોત થવાનો આંકડો પણ સતત વધી રહ્યો છે. તે દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે. સુરેન્દ્રનગરના દસ વર્ષના આ બાળકનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો.એનએ તેને અહી દાખલ કરતાં તેનું સારવારમાં મોત નીપજ્યું હતું..
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરના ૧૦ વર્ષના બાળકને ચાંદીપુરાના લક્ષણો જણાતા ૨૫મી જુલાઇએ તેને સુરેન્દ્રનગર સી. યુ. શાહ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ સારવાર બાદ બાળકને ૨૭મીએ ઘરે લઇ જવાયું હતું. પરંતુ તબિયત વધુ બગડતાં ૨૮મીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગના ખાસ વોર્ડમાં આ બાળકને વેન્ટીલેટર પર રાખી સધન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર બાળકનો પરિવાર મુળ બોટાદનો વતની છે. દોઢેક મહિનાથી તેઓ વઢવાણ પંથકમાં રહે છે.
જેથી હાલ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૩ના રિપોર્ટ પોઝિટિવ છે.અને ૪ના રિપોર્ટ નેગેટિવ છે. જ્યારે બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે.