સાધુના આશ્રમમાં ગાંજાનું વવાતેર પકડાયું : બે છોડ કબજે કરાયા
મહિલા અંડર બ્રિજમાં GST અધિકારીના કારના કાચ તોડનાર
રૂરલ એસઓજીની ટીમે છોડ કબજે કરી FSL કરાવતા છોડમાં કેનાબીસના ઘટકો ન મળ્યા : વધુ તપાસમાં ગાંધીનગર મોકલાયા : સાધુ આશ્રમમાંથી ભાગી ગયો
રાજકોટમાં સોમવારના રાત્રિના મહિલા કોલેજ અંડર બ્રિજ પર GST અધિકારીના કારના કાચ તોડનાર સાધુ અને તેની ટોળકી સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.ધરપકડ કરતાં તેઓએ પોલીસ સ્ટેશન પણ માથે લીધું હતું.અને ખોટા ધતીંગ કર્યા હતા.જ્યારે બીજી બાજુ રૂરલ એસઓજીની ટીમ સાધુના વાગુદળ સ્થિત આશ્રમે ગઇકાલે તપાસ કરવા માટે પહોંચી હતી.અને તેઓને ત્યાંથી ગાંજાનું વવાતેર મળી આવ્યું હતું.અને ગાંજાના બે છોડ કબજે કરી તેનું FSL કરાવતા છોડમાં કેનાબીસના ઘટકો ન મળ્યા હતા.જેથી તેને વધુ તપાસ માટે ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર સોમવારે રાત્રે રામનાથ મહાદેવ મંદિરેથી દર્શન કરી પરત ફરતાં વાગુદળમાં આવેલ આશ્રમના મહંત પોતાની બ્રેજા કાર લઈ મહિલા અન્ડર બ્રિજ પાસે રોંગ સાઈડમાં જતાં હતા. ત્યારે સામેથી આવતી જીએસટી અધિકારીની ઇનોવાને રિવર્સ લેવાનું કહીં ડખ્ખો કર્યો હતો. આ મામલે પોલીસે ચિરાગ પ્રવિણ કાલરીયા (રહે. રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ રોડ પર્ણ કુટીર સોસાયટી), મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા (રહે. વિરપુર, જેતપુર), પ્રવિણ વાઘજી મેર (રહે. મેટોડા) અને અભિષેક સામે ગુનો નોંધ્યો હતો.અને તેમની ધરપકડ કરી હતી.
આ દરમિયાન સાધુના આશ્રમે ગાંજાના છોડ હોવાની માહિતી મળતા રાજકોટ રૂરલ એસઓજીના પીએસઆઇ બી.સી. મિયાત્રા ટીમ સાથે દોડી ગયા હતા.તપાસ કરતાં આશ્રમ ખાતે ગાંજાના બે છોડ મળ્યા હતા.જેથી એફએસએલ ટીમને બોલાવતા સેમ્પલો લેવાયા હતા. જોકે છોડમાં ફૂલ પાંગર્યા ન હોય કેનાબિસના ઘટકો ન જણાતા પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ ન આવતા સેમ્પલો ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા છે.જ્યારે સાધુ સહીતના આરોપીને જમીન પર છોડી દેવામાં આવ્યા છે.રૂરલ એસ.ઓ.જીની ટીમ જ્યારે આશ્રમે પહોંચી ત્યારે સાધુ હાજર ન મળી આવ્યો હતો.