જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીએ રેલીમાં શું કહ્યું ? વાંચો
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે જમ્મુ-કાશ્મીરના રામબન પહોંચ્યા હતા. રાહુલે અહીં ગુલ વિસ્તારના સાંગલદાનમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો આપવો જ પડશે.
રેલીને સંબોધતા રાહુલે કહ્યું કે, ‘હું અહીં તમારા દરેકનું સ્વાગત કરું છું. તમે જોયું હશે કે સમગ્ર દેશમાં ભાજપ – આરએસએસના લોકો હિંસા અને ભય ફેલાવી રહ્યા છે. લડાઈ માત્ર બે જ વસ્તુઓ વચ્ચે છે, નફરત અને પ્રેમ. અમે એક સૂત્ર આપ્યું છે કે, નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલીશું. નફરતને પ્રેમ દ્વારા હરાવી શકાશે. પહેલાં મોદી છાતી કાઢીને આવતાં હતા પરંતુ હવે એમ નથી ચાલતા.
ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, અમે એટલું દબાણ કરીશું કે ભાજપને રાજ્યનો દરજ્જો આપવો પડશે. મોદીજીએ સમગ્ર દેશમાં બેરોજગારી ફેલાવી છે. તમે અદાણીનું નામ સાંભળ્યું છે? અદાણી મોદીજીના મિત્ર છે અને અદાણીના ફાયદા માટે સરકાર કામ કરે છે.