ભણતરના ભારથી કંટાળી ધો.10ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
પડધરીના સરપદળના ધોરણ.10ના વિદ્યાર્થીએ ભણતરના ભારથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના સરપદળ ગામમાં રહેતાં 14 વર્ષિય તરૂણે પોતાનાં ઘરે જંતુ મારવાનો ઝેરી પાવડર પી લેતાં તાકિદે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે,વિદ્યાર્થીને ભણતરનું ભારણ લાગતું હતું.પરંતુ વિદ્યાર્થીના પિતા પુત્રના ભવિષ્ય માટે પુત્રને ભણવું જરૂરી છે તેવું સમજાવ્યું હતું. પણ પુત્રને ભણવું ગમતું ન હોય અને તેના પિતા ભણાવવા માંગતા હોય જેથી કંટાળી વિદ્યાર્થીએ આ પગલું ભર્યાનું જાણવા મળ્યું હતું.