રાજકોટ સિવિલમાં વધુ એક યુવકનું તાવની બીમારીથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો છે. ત્યારે ગોંડલના સડક પીપળીયા ગામે રહેતા યુવકને તાવ આવતો હોવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.અને અહી તેનું મોત નીપજ્યું હતું. વિગત મુજબ ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે રહેતો મદન રામભાઈ રાજપૂત નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તાવ ચડતા સાથે જ લોહીની ઉલટી થતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.અને અહી તેનું ટૂંકી સારવાર મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ રેલનગરના યુવકનું તાવની બીમારીથી મોત થયું હતું.અને હાલ બીજો બનવા સામે આવ્યો છે.