એક એવું મંદિર જ્યાં માતાજી 24 કલાક વાયુ સ્વરૂપે બિરાજમાન હોય છે
કોડીનારથી ૧૨ કિમી દુર આવેલું હર્ષદી માતાનું મંદિર છે આસ્થા અને અચરજનું કેન્દ્ર
અંદાજિત 800 વર્ષથી મંદિરમાં અવિરત ચાલે છે અખંડ જ્યોત
જય માતાજી..! આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે અને વોઈસ ઓફ ડેની ધર્મયાત્રા પહોંચી છે ગીરસોમનાથ જિલ્લામાં…આ જિલ્લાનાં કોડીનાર નજીક જ્યાં આપણે આજે દર્શન કરીશું શેઠ જગડુશાની જગ્યાની જેને જગતિયા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો “અગ્નિ”નો સ્વભાવ ગરમ.. શિયાળમાં તાપણું વ્હાલું લાગે અને ઉનાળામાં એજ અગ્નિ દુશ્મન લાગે રસોઈ કરતી વખતે ખૂબ મદદરૂપ લાગે પણ દાઝી જઈએ તો જીવલેણ લાગે.. પણ શું એ વાત માનવામાં આવે કે કોઈ આગ કે કોઈ જ્યોતમાં તમે હાથ નાખો તો તમને તાપ ન લાગે અને તમે દાઝો પણ નહીં… અચરજ લાગે તેવી વાત છે પણ આ વાત સાચી છે. .. ! ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ત્યાંથી 12 કિલોમીટર દૂર જગતીયા ગામમાં હર્ષદી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં એક અખંડ જ્યોત આવેલી છે તે અંદાજિત 800 વર્ષથી ત્યાં અવિરત રીતે ચાલી રહી છે તેવી માન્યતા છે. એવુ કહેવાય છે કે ત્યાં માતાજી વાયુ સ્વરૂપ 24 કલાક હાજર હોય છે અને તેમના દર્શન થઈ શકે તે માટે ત્યાં અખંડ જ્યોત શરૂ હોય છે.
આમ તો આશ્રમમાં 4 જ્યોત આવેલ છે એક જ્યોત જે આશ્રમની બારે છે તેનું નામ છે “આજ્ઞા જ્યોત” મંદિરની અંદર પ્રવેશતા જે બીજી જ્યોત છે તેનું નામ છે “આરતી જ્યોત” ત્યાર બાદ ત્રીજી જ્યોત તેનું નામ છે “પ્રાર્થના જ્યોત” અને ચોથી અખંડ જ્યોત છે “પ્રસાદ જ્યોત”. આમ સંપૂર્ણ આશ્રમમાં 4 અખંડ જ્યોત આવેલ છે. પ્રસાદ જ્યોતમાં લોકો વેકેશન કરવા આવતા લોકો , માનતા રાખી હોય તેવા લોકો પણ ત્યાં ભક્તિ ભાવ પૂર્વક પ્રસાદ બનાવે છે. આ અખંડ જ્યોત પાછળ ખૂબ ધાર્મિક અને રસપ્રદ લોકવાયકા છે
જ્યોતમાં તમે જ્યારે હાથ નાખો છો તો તમે દાઝતા નથી..!! : અખાડાના મહંત
મંદિરના મહંતના કહ્યા અનુસાર અત્યારે કોડીનાર છે ત્યાં કોડ નામનું બંદર હતું અને કચ્છ તે સમયે કક્ષ નામનો દેશ હતો અને શેઠ જગડુશા ત્યાંના રહેવાસી હતા. તેઓ મોટા વેપારી હતા સાથે માતાજીના ભગત અને દાનેશ્વરી હતા. કોડ બંદર તે સમયે વેપારિયો માટે ખૂબ અગત્યનું હતું દરેક વેપારી ત્યાંજ વેપાર અર્થે આવતા ત્યારે શેઠ જગડુશા એકવાર વહાણ મારફત આવી રહ્યા હતા ત્યારે તેમનું વહાણ ડૂબવા લાગ્યું ત્યારે માતાજીએ તેમની રક્ષા કરી અને ત્યારબાદ તેમણે એક અન્નક્ષેત્ર શરૂ કરવાનો વિચાર આવ્યો જે બારેમાસ ચાલે અને દરેક લોકો ગરીબ હોય કે વેપારી દરેક પ્રસાદ લઈ શકે જ્યારે શેઠે રાજા પાસે જામીન માંગી તો રાજા એ દરિયા કિનારાની જમીન આપી દીધી પણ તે અનુકૂળ ન હતી કારણકે ત્યાં લાકડા અને 24 કલાક પ્રસાદ બનાવો શક્ય ન હતો ત્યારે માતાજીએ શેઠને ફરી પરચો આપ્યો અને કહ્યું કે તું આ અનક્ષેત્ર ચલાવ હું અહિયાં વાયુ સ્વરૂપ 24 કલાક સાથે રહીશ અને તે મુજબ આજે પણ ત્યાં માતાજી વાયુ સ્વરૂપ હાજર છે અને હજારો લોકોના પેટની આંતરડી ઠરે છે.
ત્યાં જ્યોતમાં તમે જ્યારે હાથ નાખો છો તો તમે દાઝતા નથી..!! કોઈ પણ વસ્તુ જો તેની નજીક રાખવામાં આવે તો તે પણ ગરમ નથી થઈ જતી એ સિવાય બાપુએ એક નોટ પણ આગની નીચે રાખી હતી તો એ નોટને પણ કઈ થયું ન હતું આમ માતાજીના પરચા દરેક લોકોને મળતા હોય છે અને હજારો લોકો માટે તે આસ્થાનું કેન્દ્ર છે અને ઘણા બધા લોકો ત્યાં માનતા પણ રાખતા હોય છે. આમ આ મંદિર ઘણું જ ઐતિહાસિક અને સુંદર છે સાથે જ આસ્થાનું કેન્દ્ર પણ છે.