શેરબજારમા આશરે 1,75,000 કરોડના નવા આઈ.પી.ઓ આવશે
રિલાયન્સ,ફ્લિપકાર્ટ,હલ્દીરામ, એન.એસ.ઈ.,SBI મ્યુચ્યુઅલ ફંડ, સ્નેપડીલ હીરો ફીનોકોર્પ જેવી કંપનીઓ
પ્રાયમરી માર્કેટમાં આવનારા દિવસોમાં ૧૫૦ જેટલા આઈ.પી.ઓ. આવી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાં સેબી દ્વારા આઇપીઓ લાવવા માટે જે રીતે મંજૂરી મળી રહી છે, તે જોતા ઘણા મેગા મેઈન બોર્ડ આઇપીઓ આવી રહ્યા ના સમાચાર છે અને એસ.એમ.ઇ આઇપીઓ ની પણ વણઝાર જોવા મળશે.જે મેગા આઇપીઓ આવી રહ્યા છે તેની યાદી જોઈએ તો રિલાયન્સ જીઓ 30,000 કરોડથી 52,000 કરોડની વચ્ચે આઈપીઓ લાવી શકે છે.ઉપરાંત એન.એસ.ઈ,એસ.બી.આઇ મ્યુચ્યુઅલ ફંડ, ઝેપ્ટો,ફોન પે, ફ્લિપકાર્ટ, હીરો ફિનોકોર્પ,મની વ્યુ, હલ્દીરામ , મણીપાલ હેલ્થ, કાર દેખો, ફાર્મ ઇઝી, સ્નેપડીલ વગેરે જેવા અનેક આઈપીઓ બજારમાં આવી રહ્યા છે.
2026ના વર્ષમાં કદાચ ગત વર્ષનો આંકડો વટાવી ન શકીએ.પરંતુ રકમની દ્રષ્ટિએ 2025 કરતાં આ વર્ષે વધુ રકમના આઇપીઓ આવી શકે છે. વર્ષ 2025 માં કુલ 1,95,000 કરોડના આઇપીઓ શેર બજારમાં જોવા મળેલા હતા.
આ પણ વાંચો: શિયા મુહર્રમ ઉજવણીના દૃશ્યો પ્રસારિત થતાં જીઓ ન્યૂઝ પર 15 દિવસ પ્રતિબંધ
અમેરિકા-ઈરાન યુદ્ધની પરિસ્થિતિને કારણે સેકન્ડરી માર્કેટમાં 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં આપણને ખાસ કોઈ તેજી જોવા મળી નહીં.ઊલટાનું મંદી નું વાતાવરણ જોવા મળ્યું. કરન્સી ડેપ્રેસીએશન એટલે કે રૂપિયાનું અવમૂલ્યન થતા કંપનીઓના પરિણામો પર વિપરીત અસર પડવાની શક્યતા એ બજારમાં નિરાશા નું વાતાવરણ જોવા મળ્યુ છે.
1લી જુલાઈ થી અમલમાં આવનારા બેંક ગેરંટીને લઈને નિયમોને કારણે શેર બ્રોકરો ને એક્સપોઝર મેળવવા માં મુશ્કેલી પડી શકે છે. જેને લઈને વોલ્યુમ માં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
સેકન્ડરી માર્કેટની સ્થિતિ એવી છે કે એફ.આઈ.આઈ સતત શેરો વેચી રહી છે.ડી.આઈ.આઈ શેરો ખરીદીને બજારને ટકાવી રાખી છે પરંતુ છેલ્લા પાંચેક વષઁ થી એસઆઈપી નો ફલો જ ર મહિને વધતો જતો હતો. તેમાં સામાન્ય કહી શકાય તેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. માસિક એસઆઈપી ના આંકડાઓ જોતા એસઆઈપી સ્થિર થઈ છે અથવા તો સામાન્ય કહી શકાય તેવો ઘટાડો નોંધાયો છે. જો એફ આઈ આઈ ની સતત વેચવાલી હજુ પણ ચાલુ રહી તો બજારની સ્થિતિ બગડશે અથવા તો બજારમાં તેજી થઈ શકશે નહીં.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર, આવનારા બે ક્વાર્ટર પ્રાઇમરી માર્કેટ માટે તો ખૂબ જ સારા લાગે છે.આઇપીઓની લાંબી લાઈનો લાગવાની છે. રોકાણકારો સમજી વિચારીને યોગ્ય કંપનીઓમાં રોકાણ કરે તો ફાયદો થશે.અન્યથા પ્રીમિયમવાળી અને જેવી તેવી કંપનીઓના લાલચમાં આવી રોકાણ કરશે તો મોટી નુકસાની વેઠવાનો વારો આવશે.જ્યારે અનેક વિકલ્પ આપણી પાસે હોય ત્યારે સિલેક્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાથી નુકશાન જવાનો કે નુકશાન વેઠવાનો વારો ન આવે.સેકન્ડરી માર્કેટ માટે આગામી બે ક્વાર્ટર થોડા હજુ અઘરા લાગે છે.પરિસ્થિતિ થાળે પડતા સેકન્ડરી માર્કેટમાં હજુ સમય લાગી શકે છે.
ભારતમાં ચોમાસુ મોડું થયું છે પરંતુ હજુ આશા ઘણી છે. ભલે મોડો તો મોડો વરસાદ થઈ જાય તો સારું અન્યથા માર્કેટ ખરાબ થવામાં ચોમાસું એક નવું અને મોટું કારણ ઉમેરાશે.જુલાઈના અંત સુધીમાં વધારે પિક્ચર ક્લિયર થઈ શકે અને આશા છે કે પૂરતો વરસાદ થઈ જાય તો ચોમાસું વાવેતરને લાંબી અસર ન થાય અને આપણી કૃષિ આધારિત આવકમાં ઘટાડો જોવા મળે નહીં.
