રાજકોટમાં ફરી જામશે ક્રિકેટ ફીવર! નિરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા-A ટીમમાં રમવા તિલક-અભિષેક આવશે,આફ્રિકા-A સામે 3 વન-ડે મેચ
રાજકોટમાં ફરી ક્રિકેટ ફીવર જામશે કારણ કે ટીમ ઈન્ડિયાના ધુરંધર ખેલાડીઓ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવા આવી રહ્યા છે. ભારત A અને દક્ષિણ આફ્રિકા A ટીમની મેચ સીરિઝ 13મી નવેમ્બરથી શરૂ થઈ રહી છે ત્યારે 13 થી 19 નવેમ્બર દરમિયાન રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની ODI સીરિઝ રમાશે. રાજકોટમાં ભારતીય અને આફ્રિકાના ખેલાડીઓનો જમાવડો થશે. ખાસ કરીને શર્મા-વર્માની જોડી જે હાલ ખૂબ ચર્ચામાં છે. આપણે વાત કરી રહ્યા છીએ અભિષેક શર્મા અને તિલક વર્મા પણ રાજકોટના મહેમાન બનશે.
રાજકોટમાં લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની એકપણ મેચ રમાઈ નથી ત્યારે 13 નવેમ્બરથી શરૂ થનારી આ મેચ સીરિઝને લઈને રાજકોવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 13 નવેમ્બરે, બીજી 16 નવેમ્બરે અને ત્રીજી 19 નવેમ્બરે રમાશે. ત્રણેય મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. રાજકોટમાં અભિષેક શર્મા, તીલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન સહિતના ખેલાડીઓ રમશે.
આ પણ વાંચો : રાજકોટ ફરી જામશે ક્રિકેટ ફીવર! નિરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા-A ટીમમાં રમવા તિલક-અભિષેક આવશે,આફ્રિકા-A સામે 3 વન-ડે મેચ
મેચનું શેડ્યૂલ
પહેલી મેચ-13 નવેમ્બર 2025
બીજી મેચ-16 નવેમ્બર 2025
ત્રીજી મેચ-19 નવેમ્બર 2025
ભારત A ટીમ
ભારત A ટીમ: તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, ખલીલ અહેમદ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
