આ તે કેવી તીવ્ર બળતરા હશે!: ‘યુકે એ આપેલા 24 હજાર કરોડ ભારત પરત આપે!’
ચંદ્રયાનની સફળતાથી બળી મરેલા બ્રિટિશ પત્રકારે કરી માગણી.
ચંદ્રના સાઉથ ફોન ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરવાની ચંદ્રયાનની સિદ્ધિ બદલ સમગ્ર વિશ્વમાંથી ભારત ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પણ એવા પણ કેટલાક લોકો છે કે જેમને ભારતની આ અપૂર્વ સિદ્ધિ હજમ નથી થઈ. ચંદ્રયાનની સફળતાથી એક બ્રિટિશ પત્રકાર ને એટલી બધી બળતરા થવા લાગી કે તેમણે 2016 થી 2021 દરમિયાન યુકે એ ભારતને સહાય રૂપે આપેલી 24081.09 કરોડની રકમ પરત મેળવવા યોગ્ય સરકારને અનુરોધ કર્યો હતો.
પ્રેટ્રિક ક્રિસ્તિસ નામના આ પત્રકાર મહાશયે ભારતની ગરીબીની વાર્તા માંડી અને કહ્યું કે એક નિયમ તરીકે જે રાષ્ટ્રો અંતરીક્ષ કાર્યક્રમો ચલાવતા હોય તેને બ્રિટિશ સરકારે કોઈપણ જાતની આર્થિક સહાય ન આપવી જોઈએ. આ અંગે અવાજ ઉઠાવવા તેમણે બ્રિટિશ ટેક્સ પેયરસને પણ ઉશ્કેર્યા હતા.
તેમની આ બેહૂદી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ફટકાર લેવો લગાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એક નેટીઝને કહ્યું કે સાચા લુંટારા તો તમે જ છો.તમે બ્રિટિશરો ભારતના 45 ટ્રીલીયન ડોલર લૂટી ગયા હતા તેમાંથી આ 23 હજાર કરોડ બાદ કરીને બાકીની રકમ તાત્કાલિક પરત કરો.એક વ્યકિતએ આ પત્રકારનું સરનામું માંગ્યું હતું જેથી તેમને બરનોલનો જથ્થો મોકલી શકાય.