Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ : લોધિકાના પારડી ગામે યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, પરિવારમાં કલ્‍પાંત

Sat, March 15 2025



રાજકોટ જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટના લોધિકાના પારડી ગામે હત્યાની ઘટના સામે આવી છે જેમાં જેતપુરના દિલીપ મકવાણા નામના યુવકને છરીના ૯ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી છે. યુવક અહીં સસરાના ઘરે પત્નીને મૂકવા આવ્યો’ને ખુની ખેલ ખેલાયો હતો. ત્યારે પત્નીના પૂર્વ પ્રેમી પર શંકા પોલીસે શરૂ તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર 28 વર્ષીય યુવક રવિની પારડીના પૂલ પાસે છરીના ૯ ઘા ઝીંકી હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. કણકોટના મુળ વતની અને દોઢ મહિના પહેલા જ લોધીકા તાબેના પારડી ગામની યુવતિ સાથે લવમેરેજ કર્યા હતા. ત્યારે યુવતિના પુર્વ પ્રેમીએ હત્‍યા કર્યાની શંકા પરિવારજનોએ વ્‍યક્‍ત કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પારડીના પૂલ પાસે કરાઈ હત્યા

મુળ કણકોટની એકલવ્‍ય સોસાયટી મફતીયાપરામાં રહેતો રવિ દિલીપભાઇ મકવાણા (ઉ.વ.૨૮) હાલમાં પારડી ગામે રૂમ રાખીને પત્‍નિ પૂજા ઉર્ફ પૂનમ સાથે રહેતો હતો. રાતે તેની લાશ પારડીના પૂલ પાસે પડી હોવાની જાણ થતાં શાપર પોલીસ મથકના પીએસઆઇ વી. જી. જેઠવા સહિતના સ્‍ટાફે દોડી જઇ તપાસ શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

દોઢ મહિના પહેલા જ કર્યા હતા પ્રેમ લગ્ન

બનાવની જાણ થતાં હત્‍યાનો ભોગ બનનાર રવિના માતા હંસાબેન, પિતા દિલીપભાઇ હીરાભાઇ મકવાણા સહિતના પરિવારજનો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. પરિવારજનોએ કહ્યું હતું કે-રવિ બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો અને અગાઉ છુટક મજૂરી કરતો હતો. તેણે દોઢ મહિના પહેલા જ પારડીની પૂજા ઉર્ફ પૂનમ સાથે પ્રેમ થઇ જતાં બંનેએ લવમેરેજ કર્યા હતાં. એ પછી બંને થોડા દિવસ કણકોટ અમારી સાથે રહ્યા હતાં. બાદમાં જેતપુરમાં કારખાનામાં કામ મળ્‍યું હોઇ ત્‍યાં રૂમ રાખીને રહેવા જવાનું કહીને કણકોટથી જેતપુર રહેવા ગયા હતાં. જો કે ત્‍યાંથી બે ત્રણ દિવસ પહેલા જ બંને ફરી પારડી પૂજાના માવતરના ગામમાં રૂમ રાખીને રહેતાં હતાં.

યુવાન દિકરાની હત્‍યાથી પરિવારમાં કલ્‍પાંત

ગત રાતે રવિને કોઇપણ રીતે બોલાવી જઇ કે દગાથી આંતરીને હત્‍યા કરી નાખવામાં આવી હતી. તેના શરીર પર અલગ અલગ જગ્‍યાએ તિક્ષ્ણ હથીયારના આઠથી નવ જેટલા ઘા છે. માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે રવિએ જેની સાથે લવમેરેજ કર્યા હતાં એ પૂજાના પ્રથમ લગ્ન અનીડાવાછડાના યુવાન સાથે થયા હતાં. પહેલા લગ્નથી તે એક સંતાની માતા બની હતી. એ પછી તેણીએ છુટાછેડા લીધા હતાં અને બાદમાં ઉપલેટાના આહિર શખ્‍સ સાથે મૈત્રીકરારથી રહેતી હતી. છેલ્લે અમારા દિકરા રવિ સાથે દોઢેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. આ વાત તેણીના પુર્વ પ્રેમી એવા ઉપલેટાના શખ્‍સને ગમતી ન હોઇ જેથી તેણે અગાઉ રવિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી અમને શંકા છે કે પૂજાના પુર્વ પ્રેમીએ જ આ હત્‍યા કરી છે. શાપર પોલીસે આ મામલે ગુનો નોંધવા અને આરોપી અંગે તપાસ કરવા તજવીજ હાથ ધરી છે. યુવાન દિકરાની હત્‍યાથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

Share Article

Other Articles

Previous

ચમત્કાર !! સ્ત્રીના ગર્ભમાં નહીં પણ પ્લાસ્ટિકની બેગમાં થઈ શકે છે બાળકોનો જન્મ, વાંચો વૈજ્ઞાનિકોની નવી શોધ વિશે

Next

સ્વિગીના ડિલિવરીમેનની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં અંતિમ ડિલેવરી : રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગની આગમાં 3 લોકો જીવતા ભૂંજાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સ્ટાઈલ+વેલ્યુ=સિલ્વર: વ્હાઈટ જવેલરીની ડિમાન્ડ વધી, ‘રોલરકોસ્ટર ભાવ’વચ્ચે ગોલ્ડ મોંઘું થતાં સ્ટર્લિંગ સિલ્વરનો ક્રેઝ
37 મિનિટutes પહેલા
રાજકોટમાં પોલીસ મથકથી માત્ર 300 મીટર દૂર બાઈક અને મોબાઈલની લૂંટ, ‘તું મારી બહેનો સામે કેમ જુએ છે?’ કહી 3 શખસોનું કારસ્તાન
55 મિનિટutes પહેલા
રાજકોટના ભેજાબાજે 5 મહિનામાં સાયબર ફ્રોડના 72 કરોડ સગેવગે કર્યા: બોગસ પેઢી ઉભી કરીને તગડું કમિશન કમાયો
1 કલાક પહેલા
અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું? સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,વિમાન થોડીક સેકન્ડોમાં બની ગયું આગનો ગોળો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2822 Posts

Related Posts

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર નવાજૂની કરવાના મૂડમાં, રાહુલ ગાંધીને કર્યો સવાલ, કોંગ્રેસમાં મારું કામ શું છે ?, આ પહેલા વડાપ્રધાન મોદીના કર્યા વખાણ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટ : એઇમ્સ જવા માટે 40 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણ થશે, કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ સ્પેશિયલ પ્રોજેક્ટ બેઠક
ગુજરાત
11 મહિના પહેલા
દેશમાં શિક્ષિત બેરોજગારીનો દર કેટલો ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
૨૦૦માંથી ૧૯૫ દુકાનદાર-શિક્ષક-વિદ્યાર્થીએ કહ્યું, KKV બ્રિજ નીચે ગેઈમઝોન ન બનાવો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર