Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં AAPનો પરાજય : શરાબ ગોટાળાથી લઈને શિશ મહેલ સુધીના ભ્રષ્ટાચાર મામલે પ્રજાએ કેજરીવાલને જાકારો આપ્યો   

Sat, February 8 2025

દિલ્હીમાં સતત દસ વર્ષ સુધી એકચક્રી શાસન ચલાવનાર આમ આદમી પાર્ટી અને કેજરીવાલને દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે. રાજકારણમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરી અને શુદ્ધિકરણનો દાવો કરનાર કેજરીવાલ અને તેની પાર્ટી ખુદ ભ્રષ્ટાચાર ના આરોપોમાં ઘેરાઈ ગયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન શરાબ ગોટાળા થી માંડી અને શીશમહેલ સુધીના મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યા હતા. અપૂર્ણ વચનો અને કલંકિત થયેલી પ્રતિષ્ઠાને કારણે આમ આદમી પાર્ટીનું પતન થયું હતું.

2015 ની ચૂંટણીમાં 70 માંથી 67 અને 2020 ની ચૂંટણીમાં 70 માંથી 62 બેઠક મેળવનાર આમ આદમી પાર્ટી આ વખતે ફકત 23 બેઠકો મેળવી શકી તેના માટે વિશ્લેષકો દસ વર્ષના શાસન સામેની લહેર ઉપરાંત ભ્રષ્ટાચારને કારણભૂત માને છે.આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. વીજળી અને પાણી પરની સબસીડીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ચરમ સીમા પર પહોંચી હતી. લોકસભામા દિલ્હીની તમામ સાત બેઠકો મેળવનાર ભારતીય જનતા પક્ષનો વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય થયો હતો.

બીજી તરફ કેન્દ્ર સરકાર સાથેના સતત ઘર્ષણને કારણે વિકાસ કાર્યો મંદ પડ્યા હતા. કેન્દ્રની ભાજપ સરકાર ઇરાદાપૂર્વક દિલ્હીના વિકાસમાં વિઘ્ન સર્જતા હોવાનો કેજરીવાલે આક્ષેપ કર્યો હતો.બીજી તરફ દિલ્હીની લીકર પોલિસીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો
હાવી થવા લાગ્યો હતો. એક હતી કૌભાંડ બદલ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા તથા સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈન જેવા દિગ્ગજ નેતાઓને જેલમાં ધકેલી દેવાયા હતા. ભારતીય જનતા પક્ષે કેજરીવાલના સતાવાર નિવાસસ્થાનને શિશ મહેલ નામ આપ્યું હતું. ટાંકણે જ કેગનો રિપોર્ટ જાહેર થયો હતો જેમાં એ નિવાસસ્થાનના રીનોવેશન માટે 7.91 કરોડનો ખર્ચ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

રહેતા રહેતા એ આંકડો 33.26 કરોડ સુધી પહોંચ્યો હતો. ભારતીય જનતા પક્ષે આ મુદ્દો જોરશોરથી ચગાવ્યો હતો.
એ ઉપરાંત દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને હતો. પ્રદૂષણને કાબુમાં રાખવાની આમ આદમી પાર્ટીની નિષ્ફળતા લોકોને ખટકતી હતી. યમુનાના પ્રદૂષણના મુદ્દે કેજરીવાલના બચાવ સામે ભાજપે આક્રમક પ્રચાર કર્યો હતો.21 માર્ચ 2024 ના રોજ અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે તેમણે રાજીનામું આપી દીધું હતું અને આતીશી મુખ્યમંત્રી બન્યા હતા. ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના કેટલાક દિગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. મતદાનના પાંચ દિવસ પૂર્વે આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ ન મેળવી શકનાર સાત ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાતા ઇન્ડિયા ગઠબંધન વિસર્જનના આરે પહોંચી ગયું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, અખિલેશ યાદવ તેમ જ તેજસ્વી યાદવે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. દિલ્હીના પરિણામોએ ફરી એક વખત સાબિત કર્યું છે કે કોઈ નેતા કે પક્ષ સદાકાળ અજેય નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કોઈ હરાવી જ ન શકે તેવા મદમાં રાચતા અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને પ્રજાએ ધૂળ ચાટતી કરી દીધી હતી.

Share Article

Other Articles

Previous

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ : કોંગ્રેસની હેટ્રીક, સતત ત્રીજી વખત ખાતુ ન ખુલ્યું ; કિંગ મેકર બનવાનું દીવા સ્વપ્ન ચકનાચૂર

Next

નરેન્દ્ર મોદી આ જીવનમાં તો AAPને હરાવી શકશે નહીં… કેજરીવાલનો વડાપ્રધાન મોદીને પડકાર ફેકતો જૂનો વિડીયો વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બજેટ બાદ શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યા બાદ 800 પોઈન્ટની રીકવરી
28 મિનિટutes પહેલા
આજનું બજેટ ઐતિહાસિક છે, વિકસિત ભારતની ગતિ વધુ ઝડપી બનશે : PM મોદી
29 મિનિટutes પહેલા
Union Budget 2026-27: કપડાં, ફૂટવેરથી લઈને દવાઓ સુધી…આ વસ્તુઓ થશે સસ્તી,જાણો બજેટમાં જાહેરાત બાદ શું મોંઘું થશે
42 મિનિટutes પહેલા
Union Budget 2026-27: નાણામંત્રી સીતારમણની મોટી જાહેરાત: નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2838 Posts

Related Posts

રાજકોટમાં માધાપર ચોકડી પાસે દારૂ પીધેલ રીક્ષા ચાલકે કર્યો અકસ્માત જુઓ વિડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના 35 વકીલોના ખાતા માંથી  રૂ.3.12 લાખ ઉપાડી લેનાર બે ગઠિયા પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં બે સ્થળે ફ્લેટમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત 15 પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
નડિયાદમાં રાજ્ય કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીજી અને સરદાર પટેલને કર્યું વંદન
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર