Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકહોમ

Dhanteras 2024 : આવતીકાલે ધનતેરસ, શું ખરીદવાથી થશે લાભ ? જાણો ધનતેરસના શુભ મૂહુર્ત તેમજ પૂજા વિધિ વિશે

Mon, October 28 2024


દર વર્ષે ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ધન્વંતરીની પૂજા સાથે સોના-ચાંદી સહિત અન્ય વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે.આસો વદ–બારસ ને મંગળવાર તા. ૨૯-૧૦-૨૪ ના દિવસે સવારે ૧૦.૩૨ થી તેરસ તિથિનો પ્રારંભ થશે. ધનતેરસ તિથિનું મહત્વ સાંજે પ્રદોષ કાળનું હોતા નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે મંગળવારે બારસ ના દિવસે ધનતેરસ છે.

ધનતેરસના દિવસે શું કરવું ??

ધનતેરસના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી. ઘર મા રહેલા સોના ચાંદીના દાગીનાની પૂજા કરવી. લક્ષ્મીપૂજન કરવું. વ્યાપારના નવા ચોપડા ખરીદવા, જમીન મકાનની ખરીદી કરવી, નવા વાહનની ખરીદી કરવી, સોના ચાંદીની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક ગણવામાં આવે છે.

ધનતેરસ ના દિવસે લક્ષ્મીજીએ પોતાના પતિ વિષ્ણુ ભગવાનને બલિરાજા ના કેદમાંથી છોડાવેલા આથી પણ ધનતેરસ નુ મહત્વ વધારે છે

ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ પૂજામાં શ્રીકૃષ્ણ ભગવાનના નામ ની સાથે રૂકમણીજી, મિત્રવૃંદા, શૈલ્યા, જામ્બવતી, સત્યભામા, લક્ષ્મણા, ભદ્રા, કાલિન્દી આ નામ બોલવાથી શાંતિની પ્રાપ્તિ થશે.

ધનતેરસના દિવસે સાંજ ના સમયે યમ દિપદાન કરવું

એક પૌરાણિક કથા પ્રમાણે યમરાજા એ વરદાન આપેલું કે ધનતેરસ ના દિવસે જે લોકો યમદિપ દાન દેશે તેને યમયાતના સહવી પડશે નહીંધનતેરસના દિવસે સાંજ ના સમયે યમ દિપદાન કરવું. ધનતેરસના દિવસે મંગળવારે સાંજ ના સમયે દિવસ આથમ્યા પછી સાંજના દિવસ આથમ્યા પછી ઘર ની અથવા ફ્લેટ ના મુખ્ય દરવાજા કે બારણાં પાસે બહાર ચોખાની ઢગલી કરવી. તેના ઉપર માટીના કોડીયામા રૂની વાટ મૂકી અને તલના તેલ નો દિવો કરવો. દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને પ્રાર્થના કરવી. મને અને મારા પરિવારને કોઈ દિવસ યમ યાતના ન મળે. આ રીતની પ્રાર્થના કરવી. ધનતેરસના દિવસે આ રીતના યમ દિપદાન કરવાથી અપમૃત્યુ, અકાળમૃત્યુ તથા બિમારીનો ભય રહેતો નથી.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હતું. દેવ દાનવોની સમૃદ્ર મંથન સમયે સંસારના સર્વરોગ નાબૂદ કરવા ઔષધિનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. આથી આ દિવસે સારા આરોગ્યની કામના માટે ભગવાન ધન્વંતરીનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે વૈદ્યો અને ડોક્ટર ભગવાન ધન્વંતરીનું પૂજન કરશે.ભગવાન ધન્વંતરીનું પૂજન કરવાથી તથા યજ્ઞ કરવાથી વાતાવરણ ચોખ્ખું બને છે.

ધનતેરસના દિવસે પૂજાવિધિ કરવાની રીત

ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શુભ સમયમાં એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી લક્ષ્મીજીની છબી રાખવી. દિવો, અગરબત્તી કરી ત્યારબાદ શ્રીયંત્ર અથવા લક્ષ્મીજીના સિક્કા પર સાકરવાળા દૂધથી શ્રી સુક્ત બોલતા બોલતા અથવા તો ૐ મહલક્ષ્મયૈ નમઃ બોલતા બોલતા અભિષેક કરવો. ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવવું. સાફ કરી નાડાછડીનું વસ્ત્ર પહેરાવવું. અબીલ, ગુલાલ કંકુ ચડાવી સાકર પેંડાનું નૈવેદ્ય ધરી આરતી કરવી અને ક્ષમા યાચના માંગવી. આમ ધનતેરસના દિવસે પૂજન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

એ ઉપરાંત ધનતેરસના દિવસે સાંજના સમયે જુના દાગીના નું પૂજન પણ કરવું ઘરમાં રહેલ તિજોરી મા રહેલ ધન નુ પૂજન કરવું સ્થિર લક્ષ્મી ની પ્રાપ્તિ થશે 

ધનતેરસના દિવસે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુ વાસણો ની ખરીદી કરવાની પણ પરંપરા છે

ધનતેરસના દિવસે લોકો ઘર સાફ કરવાની જૂની સાવરણી બદલાવી નવી સાવરણી નો ઉપયોગ કરતા હોય છે આ પરંપરા પણ છે

ધનતેરસના શુભ મૂહુર્તની યાદી ચોઘડિયા પ્રમાણે 

આસો વદ-૧૨ મંગળવાર તા. ૨૯-૧૦-૨૦૨૪ સવારે ૧૦-૩૨ થી ધનતેરસ બેસે છે. 

-: દિવસના શુભ ચોઘડીયા :-

ચલ, લાભ, અમૃત ૦૯-૪૧ થી ૦૧-૫૫ 

બપોરે : શુભ ૦૩-૨૦ થી ૦૪-૪૫ 

-: રાત્રીના શુભ ચોઘડીયા :-

લાભ : ૦૭-૪૫ થી ૦૯-૨૦ શુભ : ૧૦-૫૫ થી ૧૨-૩૧ -: 

અભિજીત મુહુર્ત :-

બપોરે ૧૨-૦૮ થી ૧૨-૫૩

રાત્રે પ્રદોષકાળ ની શુભ પૂજા નુ મુહૂર્ત ૬.૧૧ થી ૮.૪૩

શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)

Share Article

Other Articles

Previous

ત્રિમાસિક પરિણામો ધારણા કરતા ખરાબ આવતા શેર બજાર વધારે તુટ્યું

Next

રસ્તા બનાવ્યા પછી કોન્ટ્રાક્ટરે 10 વર્ષની ગેરંટી આપવી પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
7 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
7 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
8 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ચીનને શું લાગ્યો ફટકો ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સ્વાતિ માલીવાલે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને ફરિયાદ કરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટમાં અબ કી બાર, ડેંગ્યુ ૧૦૦ કે પાર !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર