Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટના યાજ્ઞિક રોડ પર રાજમંત્ર કોલ્ડ્રીંક્સ અને નાઈસ એન્ડ ન્યુના સંચાલકો વચ્ચે મામલો બિચકયો : છરીઓ ઊડી

Mon, August 12 2024

  •  દુકાન પાસે કાર પાર્ક કરવા અને ગ્રાહકોને બહાર બેસાડવા મુદે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો : બંનેને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા : સામસામે ફરિયાદ નોંધતી પ્ર.નગર પોલીસ 
  • રાજમંત્રના સંચાલક અભિષેકે અગાઉ પણ કાર અથડાવા મુદે પરિવાર સાથે ઝગડો કર્યો હતો

રાજકોટમાં ગઇકાલે યાજ્ઞિક રોડ ઉપર આવેલી પ્રતિષ્ઠિત નાઈસ એન્ડ ન્યુ કપડાંના શો-રૂમ અને રાજમંત્ર કોલ્ડ્રીંક્સના માલિકો વચ્ચે કાર પાર્ક કરવા અને ગ્રાહકોને બહાર બેસાડવા મુદે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. અને છરીઓ ઊડી હતી. જેમાં બંનેને માલિકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ મામલે પ્ર.નગર પોલીસ દ્વારા સામ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરી છે.

વિગત મુજબ યાજ્ઞિક રોડ પર નાઇસ એન્ડ ન્યુ નામની કપડાની દુકાન ધરાવતા કલ્પેશભાઈ ઉકાણી (ઉ.વ.૪૫) નામના વેપારી શો-રૂમ પાસે પાર્ક કરેલી પોતાની કાર લઇને નીકળવા જતા હતા.ત્યારે બાજુમાં જ આવેલી રાજમંત્ર કોલ્ડ્રીંક્સ નામની દુકાન બહાર ખુરશીઓ રાખેલી હતી.અને તે ખુરશીઓ લેવાનું કહેતા રાજમંત્રના સંચાલક ચંદુભાઈ ઠુંમર અને તેનો પુત્ર અભિષેક ઠુંમર બંને દુકાન બહાર આવ્યા હતા. અને કલ્પેશભાઈ સાથે બોલાચાલી કરી હતી. તેમજ અભિષેકે લાકડી વડે હુમલો કરતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેમ કલ્પેશભાઈ સાથે રહેલા તેમના મિત્રએ છરી વડે ચંદુભાઈ પર હુમલો કરતાં તેમણે છરીનો એક ઘા લાગી ગયો હતો.

તેમજ કલ્પેશભાઈ પણ હુમલામાં ઘવાયા હતા. ઘટનાની જાણ પ્ર.નગર પોલીસને થતાં પીસીઆર વાન દોડી આવી હતી.અને 108 ને જાણ કરી બંને ઘવાયેલા વેપારીઓને સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડયા હતા.રાજમંત્ર કોલ્ડ્રીંક્સના સંચાલકને બહાર ખુરશીઓ રાખવી હોય અને કપડાના વેપારીને કાર પાર્ક કરવી હોય આ બાબતે બંને વચ્ચે ઘણા સમયથી નાની મોટી રકઝક ચાલતી હતી. જ્યારે ગઇકાલે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલ આ મામલે પ્ર.નગરના પીઆઇ બી.એમ.ઝણકાત અને પીએસઆઈ બેલીમ દ્વારા બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

ઉલ્લેખનીય છે,કે રાજમંત્ર કોલ્ડ્રીંક્સ અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યું છે.તેના સંચાલક અભિષેક ઠુંમર દ્વારા અગાઉ તેમણે ત્યાં આવેલા ગ્રાહકની કાર સાથે પોતાની કાર અથડાવી ઝગડો કર્યો હતો. અને પરિવાર પર હુમલો પણ કર્યો હતો.જે મામલે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વાર તે ચર્ચામાં આવ્યું છે.

Tags:

crimegujaratgujarat newsrajkotrajkot news

Share Article

Other Articles

Previous

દેશના કયા રાજ્યમાં મેઘતાંડવ ? કેટલાના મોત ? જુઓ

Next

મોંઘવારીને લઈને શું આવ્યા રાહતના સમાચાર ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
21 કલાક પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
21 કલાક પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
22 કલાક પહેલા
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
23 કલાક પહેલા
Categories

નેશનલ

3168 Posts

Related Posts

કર્ણાટકમાં અતિ ભારે વરસાદને પગલે ભૂસ્ખલનથી 6 લોકોના મોત, કેરળમાં વરસાદી દુર્ઘટનાઓમાં 5ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અશ્વિન વિશ્વનો બોલર નંબર ૧
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
શેમ્પૂ , સાબુ , કોફી,કેચપ,સિરમ સહિતની વસ્તુઓ ખરીદવા પર થશે આટલી બચત, GST ઘટાડા પછી કંપનીની  મોટી જાહેરાત,જુઓ નવા ભાવ  
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
 અહી ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં થયો બ્લાસ્ટ : પરિવારના 2 સભ્યોનાં મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર