કાર્તિકની ફિલ્મ “ચંદુ ચેમ્પિયન”ની ઓટીટી રિલીઝને લઈને આવ્યા મોટા સમાચાર
એમેઝોન પ્રાઇમ વિડીયોએ ખરીદ્યા રાઇટ્સ: ઓગસ્ટમાં થઈ શકે છે પ્રીમિયર
કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન તાજેતરમાં જ થિયેટરમાં રિલીઝ થઈ છે. પૈરાલંપિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત ફિલ્મ ચંદુ ચેમ્પિયને બોક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. તેવામાં હવે તેના ઓટીટી પ્રીમિયર સાથે જોડાયેલી જાણકારી સામે આવી છે.
ફિલ્મ ચંદુ ચેમ્પિયન તા.14જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યને મુરલીકાંતનું પાત્ર ભજવ્યું છે. જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે, કાર્તિકની ફિલ્મ ચંદુ ચેમ્પિયનના ઓટીટી રાઇટ્સ એમેઝોન પ્રાઇમ વિડીયોએ ખરીદ્યા છે. આ ફિલ્મ થિયેટર બાદ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ચંદુ ચેમ્પિયનનું પ્રીમિયર ઓગસ્ટમાં થશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. તમને જણાવી દઈએ કે, કબીર ખાનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ચંદુ ચેમ્પિયને પહેલા દિવસે બોક્સ ઑફિસ પર 4.75 કરોડનું કલેક્શન કર્યું હતું.