Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

લોહી નીંગળતા શરીરો સાથે બે કલાક લડ્યા આતંકીઓ ઉપર 5189 ગોળીઓ વરસાવી

Thu, July 11 2024

કઠુઆ એન્કાઉન્ટર: મા ભારતીના વીર સપૂતોએ રચ્યો મહામૂલા બલિદાનો,અપ્રતિમ શોર્ય અને દેશભક્તિનો ભવ્ય ઇતિહાસ

જમ્મુના કઠુઆમાં 8મી જુલાઇએ આર્મીના બે વાહનો ઉપર થયેલા આતંકવાદી હુમલા સમયે ભારતના બહાદુર જવાનોએ પ્રતિકૂળ સંજોગો અને સામેથી થઈ રહેલા અવિરત ગોળીબાર વચ્ચે ગંભીર ઇજાઓ હોવા છતાં અપ્રતિમ શૌર્ય દાખવી વધુ જાનહાનિ અટકાવી હતી અને આતંકવાદીઓને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા.બે કલાક સુધી ગઢવાલ રેજીમેન્ટના આ વીર જવાનો સતત લડતાં રહ્યા હતા અને એ દરમિયાન આ જવાનોએ આતંકવાદીઓ ઉપર 5189 ગોળીઓ વરસાવી હતી.
ભારતના પાંચ જવાનોનો ભોગ લેનાર આ ઘટના અંગે સેના દ્વારા ઘાયલ જવાનો પાસેથી વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી.ઘટના સ્થળેથી લોહીથી ખરડાયેલી હેલમેટો,વાહનોના તૂટેલા કાચ, ફાટી ગયેલા ટાયરો,ફૂટેલા શેલ વગેરે પુરાવા તરીકે એકત્ર કરવામાં આવ્યા હતા.
બહાર આવેલી વિગતો મુજબ સેનાના બે વાહનો કથુઆ થી 150 કિલોમીટર દૂર માચેડી – કીન્ડલી – મલ્હાર ના પહાડી રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે બાડનોટા નામના ગામ નજીક બપોરે 3.30 વાગ્યાના અરસામાં ત્રણ આતંકવાદીઓએ આ વાહનો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.આ અણધાર્યા હુમલા સામે ઘડીના પણ વિલંબ વગર જવાનો પોઝીશનમાં આવી ગયા હતા અને વળતો ગોળીબાર શરૂ કરી દીધો હતો.આ હુમલામાં પાંચ જવાનો વીરગતિ પામ્યા અને અન્ય જવાનો ઘાયલ થયા છતાં આ બહાદુર સપૂતો બે કલાક સુધી લડતા રહ્યા હતા.આતંકવાદીઓનો ઇરાદો તો બધાં જવાનોને મારી નાખી સેનાના હથિયારો ઉઠાવી જવાનો હતો પણ ભારતીય સૈનિકોએ અભૂતપૂર્વ શૌર્ય સાથે સામનો કરી વળતો હુમલો કરતા અંતે આતંકવાદીઓને ભાગવું પડ્યું હતું.
આતંકવાદીઓએ બે અલગ અલગ લોકેશન ઉપરથી હુમલો કર્યો હતો અને પરિણામે ભારતીય સૈનિકો માટે મોટો પડકાર સર્જાયો હતો પણ એ પ્રતિકૂળ સંજોગો અને હુમલાખોરો તરફથી અધતન હથિયારો દ્વારા અવિરત વરસતી ગોળીઓ વચ્ચે પણ જવાનોએ કરેલી વળતી કાર્યવાહી અને બહાદુરીએ ભારતીય સેનાના કૌશલ્ય,સાહસ,દેશભક્તિ અને મા ભોમની રક્ષા કાજે સમર્પણનો ભવ્ય ઇતિહાસ રચી દીધો હતો.

એક હાથ ગોળીઓથી વીંધાઈ ગયો છતાં બે કલાક સુધી લડ્યો

આતંકવાદીઓએ સેનાના વાહનો પર ગ્રેનેડ વડે હુમલો કરતાં રાયફલમેન કાર્તિક સિંઘ નો જમણો હાથ વીંધાઈ જતા ભારે રક્ત સ્ત્રાવ થવા લાગ્યો હતો પણ હિંમત હાર્યા વગર તેની રાયફલ જામ થઈગઈ ત્યાં સુધી તેણે ડાબા હાથે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. 22 ગઢવાલ રેજીમેન્ટના જવાનો ‘ બદ્રી વિશાલ કી જય ‘ ના નારા સાથે આતંકવાદીઓ પર તૂટી પડ્યા હતા. સામી છાતીએ, મોતને મુઠ્ઠીમાં લઈ ભારતમાતાના આ વીર સપૂતોએ કરેલા અવિરત જવાબી ગોળીબારથી આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેમને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

કોઈને જીવતા નહીં છોડીએ:સેનાનો હુંકાર

સેનાના એક અધિકારીઓ જણાવ્યું હતું કે પાંચ જવાનોના બલિદાન એળે નહીં જાય.એક પણ આતંકવાદીને જીવતો નહીં છોડાય. પાતાળમાંથી પણ શોધીને પતાવી દેશુ. સેના દ્વારા ભારે વરસાદ વચ્ચે પણ કઠુઆ ,ઉધમપુર અને ભદ્રવાહના ગાઢ જંગલોમાં ભાગી છુટેલા આતંકવાદીઓને પકડવા હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરાયું હતું. ચોક્કસ વિસ્તારોમાં સર્જીકલ ઓપરેશન કરવા માટે આર્મીના ‘ પેરા કમાન્ડો ‘ ને પણ તૈનાત કરાયા છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 50 લોકોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી છે. આ હુમલામાં કેટલાક સ્થાનિક લોકોનો આતંકવાદીઓને સહકાર હોવાની આશંકા છે.

Share Article

Other Articles

Previous

હવે કોઈ બાળક બોરવેલમાં પડી જશે તો રોબોર્ટ બચાવશે

Next

રાજકોટ જિલ્લાના આઠ ડેમોમાં નવા નીરની આવક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હડતાલ કરી રહેલા ડોક્ટરોને તરત કામ પર ચડી જવા સુપ્રીમ કોર્ટની સૂચના : કોલકતા કાંડ અંગે સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મનીષ સિસોદિયા ૫૩૦ દિવસ પછી જેલમુક્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
365 રાણી અને 80થી વધુ બાળકોના પિતા હતા આ રાજા….રંગીન સ્વભાવના રાજાની રસપ્રદ કહાની
હોમ
2 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર આકરી ગરમી વચ્ચે ઘણાં દિવસોથી એ.સી. બંધ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર