Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અયોધ્યામાં ભાજપના પરાજયથી સમર્થકો ઉકાળી ઉઠ્યા

Fri, June 7 2024

અને.. હવે અયોધ્યાવાસીઓ પણ રામદ્રોહી!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભક્તોના આક્રોશ ની તેજાબી વર્ષા: કહ્યું,’ ત્રેતા યુગમાં પણ અયોધ્યાવાસીઓ દગાખોર હતા’

” મોદી 400 બેઠક શું કામ માંગી રહ્યા છે?, મોદીને 400 બેઠકો જોઈએ જેથી કોંગ્રેસ રામ મંદિર ઉપર બાબરી તાળું ન લગાવી દે” ( વડાપ્રધાન મોદી).

“આ લોકો ઈદ ઉજવવા દોડી દોડીને જાય છે પણ રામ મંદિરમાં આમંત્રણ હોવા છતાં નહોતા ગયા. આવા રામદ્રોહીઓને તમે મત આપશો?”

“જે લોકો રામના અસ્તિત્વને નકારતા હતા અને જે લોકોને રામસેતુ તોડવો હતો તેમને મત આપશો?”

“કાર સેવકો ઉપર ગોળીઓ કોણે ચલાવી હતી એ યાદ છે ને? અયોધ્યાની પવિત્ર ભૂમિને રામભક્તોના રક્તથી રંગનાર કોણ હતા એ યાદ છે ને?”

“જો રામ કો લાયે હૈ ઉનકો લાના હૈ”

ભારતીય જનતા પક્ષના પ્રચારમાં રામમંદિર નો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો. દરેક બેઠકો પર સ્થાનિક નેતાઓથી માંડી અને વડાપ્રધાન સુધીના નેતાઓએ ઉપરોક્ત ભાષણો કર્યા હતા અને રામદ્રોહીઓને પાઠ ભણાવી રામભક્તોને સત્તા આપવા માટે અનુરોધ કર્યો હતો. પણ લોકોએ ભાજપની રામના નામે ધર્મના નામે મત માગવાની રણનીતિને જાકારો આપ્યો.


2024 ની લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે આઘાતજનક છે. ધર્મના આધારે ધ્રુવીકરણ કરવાનું ભાજપનું બ્રહ્માસ્ત્ર બુઠું સાબિત થયું છે. સૌથી વધુ આઘાત તો ઉત્તર પ્રદેશના પરિણામોએ આપ્યો છે. ત્યાં સુધી કે રામ મંદિર જ્યાં નિર્માણ પામ્યું એ અયોધ્યા ની બેઠક પણ ભારતીય જનતા પક્ષે ગુમાવી દીધી. લોકશાહીમાં જનતા જનાર્દનનો ચુકાદો આમ તો શિરોમાન્ય ગણાવો જોઈએ પણ અયોધ્યાનો પરાજય ભાજપના સમર્થકોને હજમ નથી થયો. ભાજપના સમર્થકો હવે અયોધ્યાવાસીઓને દગાખોર, વિશ્વાસઘાતી, હિન્દુ દ્રોહી અને રામદ્રોહી ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ એ હેતુના હજારો સંદેશાઓથી ઉભરાઈ રહ્યા છે.જે રામને લઈ આવ્યા તેને પ્રજા જાકારો કઈ રીતે આપી શકે? તેવા આક્રોશ સાથે વાયરલ થયેલા હજારો સંદેશાઓમાંથી અહી લખી શકાય તેવા X ( ટ્વીટર) પર ના કેટલાક સંદેશાઓની ઝલક પ્રસ્તુત છે.


રામલલાની પવિત્ર ભૂમિની રજ પણ પવિત્ર ગણાવી જોઈએ પણ ભાજપના પરાજય બાદ એ ભૂમિ પર જનમ લેનાર લોકો પણ અણમાનીતા થઈ ગયા છે.


એક નેટીઝને ટીકા કરી,” આપણે એ ભૂલી ગયા કે આ એ જ અયોધ્યાવાસીઓ છે જેમણે વનવાસમાંથી આવ્યા બાદ સીતા માતા ઉપર પણ સંદેહ કર્યો હતો”


સમર્થકો ભાજપના પરાજયને શ્રીરામ સાથેનો વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે. સુશાંત ચાવલા નામની વ્યક્તિએ હિંદુઓને પ્રશ્ન કર્યો કે,” તમને અહેસાસ પણ છે કે તમે શ્રી રામને દગો આપ્યો છે? કેટલાક વધુ ટ્વીટ પર નજર નાખીએ.

ડૂબી મરો..ડૂબી મરો

*કે એન નેહરા નામના સમર્થકે લખ્યું,” હું અયોધ્યા જઈશ તો રામલલાના દર્શન તો કરીશ પણ અયોધ્યાના એક પણ દુકાનદાર કે વ્યક્તિ પાસેથી એક રૂપિયાની પણ વસ્તુ નહીં ખરીદું, પછી એ પ્રસાદ પણ ભલે હોય. આ મારો સંકલ્પ છે. સરયુમાં ડૂબી મરો રામ દ્રોહીઓ”

  • રામ અરોરા નામના ભક્તે અયોધ્યા વાસીઓના હિન્દુ હોવા ઉપર શક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું,” અયોધ્યા વાસીઓ ડૂબી મરો તમે હિન્દુ કહેવાની લાયક નથી.” તેમણે અયોધ્યાના લોકોને દિવાળી ન ઉજવવાની પણ સલાહ આપી.

હે રામ ! અયોધ્યા વાસીઓ પહેલેથી દગાખોર?

  • હિંદુ સુરેન્દ્ર સિંઘ નામના નેટીઝને ઇતિહાસ યાદ કરાવ્યો. તેમણે વ્યથા ઠાલવી,” આજે ફરી માતા સિતાને ભરોસો થઈ ગયો કે યુગ કોઈપણ હોય અયોધ્યાની પ્રજા ક્યારેય સુધરશે નહીં. ક્ષમા કરો પ્રભુ”
  • રઘુરાજ નામની વ્યક્તિએ પણ અયોધ્યાવાસીઓને દગાખોર ગણાવ્યા. તેમણે લખ્યું,” ઇતિહાસ સાક્ષી છે કે અયોધ્યા વાસીઓએ હંમેશા પોતાના સાચા રાજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.”

શું કહ્યું વિજેતા ઉમેદવારે?

ફૈઝાબાદની જનરલ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીએ દલિત સમુદાયના અવધેશ પ્રસાદ ની ટિકિટ આપી હતી. તેમનો ભાજપના ઉમેદવાર સામે 54,567 મતની સરસાઈથી વિજય થયો. બાદમાં તેમણે કહ્યું કે મોદી રામને લઈ આવ્યા એવો દાવો પ્રજાએ નકારી દીધો છે. કોઈ વ્યક્તિ ભગવાનને કેવી રીતે લાવી શકે? તેમણે ઉમેર્યું કે આ લોકો રામને લાવનારા નહીં પણ તેના નામ પર વ્યાપાર કરનારા છે. આ મારો વિજય નથી. અયોધ્યાની જનતા ચૂંટણી જીતી છે.

અને છેલ્લે..આ પણ એક પ્રતિભાવ

“જેન્યુઇન ક્વેશ્ચન” એવા મથાળા સાથે શંકર દત્ત નામના નાગરિકે પ્રશ્ન કર્યો,” રામ મંદિર રામજી માટે બનાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે..?”

Tags:

aayodhiya

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી મળશે રાહત, દિવસ શુભ રહેશે

Next

TRP અગ્નિકાંડનો લબકારો’ ભાજપ કોર્પોરેટર સુધી પહોંચ્યો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
1 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
2 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
2 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

આજે મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ શું જાહેરાત કરશે? અટકળોનું બજાર ગરમ,પ્રદેશ કાર્યાલય ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ
ગુજરાત
1 વર્ષ પહેલા
દિલ્હી બાદ આપને ક્યાં લાગી શકે છે ઝટકો ? શું થઈ રહી છે ચર્ચા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજથી પરેશ ધાનાણીનો પણ રાજકોટમાં જ મુકામ: બે દિ’માં ૧૭ મંદિર-દરગાહ ફરશે
રાજકોટ
2 વર્ષ પહેલા
નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ : ફાયર NOCનું કોકડું ઉકેલ્યા બાદ સ્કૂલો ખુલી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર