જુનાગઢ : ગ્રાહકોને ડિલિવરી કરવાના બહાને રાંધણ ગેસના બાટલાની ચોરી
સોના, ચાંદી કે રોકડની ચોરી થાય તેવું તો સાંભળ્યું જ હતું ત્યારે હવે રાંધણ ગેસની બોટલો પણ ચોરી થવા લાગી છે. આવી જ એક ઘટના જુનાગઢના કેશોદમાં સામે આવી છે જેમાં રાંઘણ ગેસ બાટલાની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બાટલા ચોરી કરી વાહન લઈને જતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ત્યારે આ મામલે 2 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને તેમને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના જુનાગઢ જીલ્લાના કેશોદના નોજણવાવ ગામની છે જ્યાં 44 રાંઘણ ગેસ બાટલા ની ચોરી થઇ હતી. બાટલા ની ચોરી કરી વાહન લઈને જતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. નોજણવાવ નેશનલ ગેસ એજન્સી નામની પેઢીમાંથી ડિલેવરી મેન અને મજૂર દ્વારા ચોરી કરવામાં આવી હતી. 9 દિવસ પહેલાં ડિલેવરીના નામે લઈ જવાતી રાંધણ બાટલા ની 2 શખ્સોએ ચોરી કરી ભાગી છૂટવા ઘટનાને અંજામ આપ્યો હતો .
ગ્રાહકોને ડિલેવરી કરવાના બહાને લઈ જવાતી રાંધણ ગેસ બાટલા ની બંને શખ્સોએ ઉઠાંતરી કરી હતી. આ બંને શખ્સો એક દિવસ અગાઉ ડિલેવરી કરાયેલી બાટલા ના ગ્રાહકો પાસે ઉઘરાવાયેલી 34600 જેવી એકઠી રોકડ રકમ પણ ચોરી કરી લઈ ગયાં હતા. ચોરીને અંજામ આપવા ઉપયોગમાં લેવાયેલું વાહન સિધ્ધપુર પાટણ ખાલી હાલતમાં મળી આવ્યું હતું.
એક વર્ષથી ગેસ બાટલા ડિલેવરી કરતા વાહન માલિકે તેમણે દેશ જવાનું હોય 20 દિવસ પહેલાં જ ગેસ એજન્સીના માલિકને ભલામણ કરી બંને શખ્સોને બાટલા ડિલેવરી નું કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે ગેસ એજન્સી માલિકની ફરિયાદ આધારે રાજસ્થાનના (1) રામસરૂપ ફરસાભાઈ રામ (2) સુખદેવ ભજનારામ ગોધારી નામના બંને શખ્સો વિરૂધ્ધ ગુન્હોં નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.