આજનું રાશિફળ : આ રાશિના જાતકોના નકારાત્મક વિચાર દુર થશે અને અગત્યના કાર્યો થશે પૂર્ણ
આજની રાશી વૃષભ
મેષ (અ,લ,ઇ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નોકરી-ધંધામાં નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નકારાત્મક વિચારો દુર થશે. કોઈ અગત્યના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં બોજ વધી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
નવા કામો કરવામાં ઉત્સાહ વધુ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મહેનતનું પૂરતું પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
મકર ( ખ,જ)
કામમાં સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. કોઈ નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં થાક લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. વેપારમાં સારો નફો થઇ શકે છે. દિવસ શુભ રહેશે.