મહારાષ્ટ્રમાં શિંદે જુથના ઉમેદવાર ફક્ત 48 મતની સરસાઈથી જીત્યા !
છેલ્લી ઘડીએ ટિકિટ મળી હતી અને 13 દિવસ જ પ્રચાર કરવાની તક મળી
લોકસભા ચૂંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છે. આ દરમિયાન મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી શિવસેના (શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકરે માત્ર 48 મતથી જીત હાંસલ કરી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનું આ સૌથી ઓછું માર્જિન છે. એમને પ્રચાર માટે પણ 13 દિવસ જ મળ્યા હતા.
ચૂંટણી પંચના આંકડા અનુસાર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી 4,52,644 લાખ મત મળ્યા છે, તો તેમના હરીફ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4,52,596 મત મળ્યાં છે.
મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર પોતાના વિરોધીને લગભગ 48 મતથી હરાવવાના સવાલ પર વાયકરે કહ્યું કે ‘લોકતંત્રમાં એક-એક મતની કિંમત હોય છે. વાજપેયીજીની સરકાર એક મતથી જ પડી ગઈ હતી. મે કહ્યું હતું કે હુ લડીશ અને જીતીશ. હવે હું જીતી ગયો. મેં મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશની સેવા કરવાનું વ્રત લીધું છે. મે કહ્યું હતું કે જે ભગવાન મને રસ્તો આપશે તે પ્રકારે જીતવાનું છે. જો જીતવું છે તો જીતીને સારું કામ કરવાનું છે. હવે સારું કામ કરવાનું છે.’