હરિયાણામાં લોકદળના નેતાના ઘરે ઇડીના દરોડા, જુઓ શું શું મળ્યું
હરિયાણાના આઈએનેલડી નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડામાં 5 કિલો સોનું, 100 બોટલ દારૂ, 5 કરોડ રોકડ, મેડ ઈન જર્મનીના હથિયાર અને કારતૂસ કબ્જે કરવામાં આવ્યા હતા. દિલબાગ સિંહ સામે કોર્ટના આદેશ પર ગેરકાયદે ખનન મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીના અધિકારીઓ દિલબાગ સિંહ, તેના પરિવાર, નજીકના લોકોની પૂછપરછ કરી ચૂક્યા છે.
આ ઉપરાંત દરોડામાં 300 જીવતા કારતૂસ, બંદૂક અને રાઈફલ મળી આવ્યા હતા. જેને કબ્જે કરવામાંઆવ્યા હતા. દેશ અને વિદેશમાં INLD નેતાની મિલકતો સંબંધિત રેકોર્ડ અને દસ્તાવેજો પણ કબ્જે કરવામાં આવ્યા છે.