કોણે વડાપ્રધાનની ઓફિસની ટૂર કરી ? જુઓ
વડાપ્રધાનની ઓફિસ કેવી હશે અને ત્યાં શું હશે તે જાણવાની ઉત્સુકતા હમેશા આમ જનતામાં જોવા મળે છે. વડાપ્રધાન કામ કેવી રીતે કરે છે અને ક્યાં બેસે છે તે બધુ જાણવા માટે લોકો પ્રયત્નશીલ રહેતા હોય છે, પણ સુરક્ષાના કારણોસર બધી વાતો જાહેર કરી શકાતી નથી. ત્યારે વડાપ્રધાન મોદીએ આ બારામાં પણ ઉદારતા દાખવીને પોતાની સાઉથ બ્લોક ખાતેની ઓફિસની ટૂર કરાવીને બાળકોને ખુશ કરી દીધા હતા.
વડાપ્રધાને પોતાનું કામકાજ કરવાની જગ્યા એટલે કે 7 લોક કલ્યાણ માર્ગ પર સાઉથ બ્લોકમાં કચેરીની ઝલક દેખાડીને સ્કૂલના બાળકોને રાજી કરી દીધા હતા. વડાપ્રધાનના સોશ્યલ મીડિયા હેન્ડલથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં સ્કૂલના બાળકો દેખાઈ રહ્યા છે. બાળકોએ ઓફિસ તેમજ આવાસ, કોન્ફરન્સ રૂમ અને મિટિંગ હૉલ પણ જોયા હતા. જ્યાં વડાપ્રધાન મંત્રીઓ સાથે બેઠક કરે છે ત્યાં પણ બાળકો ગયા હતા.
વડાપ્રધાને પોસ્ટ કરીને લખ્યું હતું કે મારી કચેરી છેલ્લી પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. બાળકોને મારી ઓફિસ ગમી છે. એમને શાનદાર અનુભવ મળ્યો છે. ટૂર દરમિયાન વડાપ્રધાને બાળકો સાથે વાતચીત પણ કરી હતી.