Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે

Fri, September 25 2026

વૈશ્વિક ડીઝલ સંકટ વચ્ચે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સપ્લાયર

વૈશ્વિક સ્તરે ડીઝલની અછત અને ભાવવધારાની સ્થિતિ વચ્ચે ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકે કે નિયંત્રણ લાદે તો પણ ભારત પોતાની નિકાસ પ્રતિબદ્ધતાઓમાંથી પાછળ નહીં હટે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારત વર્ષોથી રિફાઇનિંગ ક્ષમતામાં રોકાણ કરતું આવ્યું છે અને દેશ સ્થાનિક જરૂરિયાતો સાથે વૈશ્વિક બજારની માંગ પણ પૂરી કરી શકશે.

પ્રાપ્ત સંકેતો મુજબ અમેરિકામાં ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતાં ટ્રમ્પ પ્રશાસન સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે નિકાસ પર નિયંત્રણ લાદવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ, આ સંભાવનાએ યુરોપિયન દેશોમાં પણ ચિંતા ઊભી કરી છે અને વૈશ્વિક બજારમાં ભાવ વધુ મજબૂત બન્યા છે.

દરમિયાન નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા પુરીએ જણાવ્યું કે ભારતે મોરિશિયસ સાથે પાંચ વર્ષનો ડીઝલ પુરવઠા કરાર કર્યો છે અને તેની પ્રથમ શિપમેન્ટ પણ પહોંચી ગઈ છે. આવા કરારોનું પાલન ન કરવાથી આંતરરાષ્ટ્રીય ખરીદદારોમાં ભારતની વિશ્વસનીયતા ઘટી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત વિશ્વસનીય ઊર્જા ભાગીદાર તરીકે પોતાની ઓળખ જાળવી રાખશે.

આ પણ વાંચો: યુએનની સામાન્ય સભામાં નેતન્યાહૂ બોલવા ઊભા થયા તે સાથે જ હોલ ખાલી થવા લાગ્યો

કપ્લરના આંકડા મુજબ રશિયાની નિકાસ ઘટતાં ભારત આ વર્ષે અમેરિકાના પછી વિશ્વનો બીજો સૌથી મોટો સમુદ્રી માર્ગે ડીઝલ સપ્લાયર બન્યો છે અને વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો આશરે 10 ટકા સુધી પહોંચ્યો છે.

ભારતની રિફાઇનરીઓ ઉપર વિશ્વની નજર

ભારતનો રિફાઇનિંગ ક્ષેત્ર ઝડપથી વિસ્તરી રહ્યો હોવાથી વૈશ્વિક ઊર્જા કંપનીઓનું ધ્યાન હવે ભારતીય બજાર તરફ વળ્યું છે. હરદીપ પુરીએ જણાવ્યું કે હાલમાં દેશની રિફાઇનિંગ ક્ષમતા આશરે 267 મિલિયન ટન પ્રતિ વર્ષ (MTPA) છે, જે આગામી એક વર્ષમાં 290 MTPA સુધી પહોંચવાની અને 2030-32 સુધીમાં 320 MTPA સુધી વધારવાની યોજના છે. યુરોપના કેટલાક દેશોમાં રિફાઇનિંગ ક્ષમતા ઘટી રહી હોવાથી ભારત વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વધુ મહત્વની ભૂમિકા ભજવશે. સાઉદી અરામકો અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) સહિતની મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય રિફાઇનિંગ ક્ષેત્રમાં રોકાણ માટે ચર્ચા કરી રહી છે. પુરીના જણાવ્યા મુજબ ભારતનું વધતું ઈંધણ બજાર અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક રોકાણકારોને આકર્ષી રહ્યું છે.

Tags:

DefyingSanctionsDieselMarketEconomicIndependenceEnergySecurityEnergyTradeExportEconomyFuelExportsFuelSupplyGeopoliticalStrategyGlobalEconomyIndiaDieselExportsIndiaEnergyIndiaInTheWorldIndiaUSRelationsInternationalTradeOilExportsSustainableTradeTradeRelationsTradeSanctionsUSSanctions

Share Article

Other Articles

Previous

સરકાર વિરુદ્ધ બોલવા બદલ મારું એન્કાઉન્ટર થઈ શકે છે: વાંગચુક

Next

યુએનની સામાન્ય સભામાં નેતન્યાહૂ બોલવા ઊભા થયા તે સાથે જ હોલ ખાલી થવા લાગ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ઝુરિચ-દિલ્હી ફ્લાઇટ પૂર્વે પાઇલટ નશાની હાલતમાં પકડાયો: એર ઇન્ડિયાએ સસ્પેન્ડ કર્યો, ડીજીસીએ એ સેફ્ટી ચેક કડક કરવા આપ્યા આદેશ
41 મિનિટutes પહેલા
સરકાર વિરુદ્ધ બોલવા બદલ મારું એન્કાઉન્ટર થઈ શકે છે: વાંગચુક
46 મિનિટutes પહેલા
અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે
50 મિનિટutes પહેલા
યુએનની સામાન્ય સભામાં નેતન્યાહૂ બોલવા ઊભા થયા તે સાથે જ હોલ ખાલી થવા લાગ્યો
53 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3650 Posts

Related Posts

ટેરિફ વોરની આશંકા વચ્ચે રૂપિયો ધબાય નમઃ ડોલર સામે સરકીને 87.29 ઉપર પહોંચી ગયો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કોંગ્રેસ વિષે અખિલેશ યાદવે શું ચોખવટ કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રશિયા- યુક્રેન યુધ્ધ સમાપ્ત થઈ જશે ? શું જાગી નવી આશા ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
‘હોટ’ સીઝનમાં શરીરને ‘કુલ’ કરી દેતો શેરડીનો હજારો લીટર રસ પી જશે ‘રસીયા’ઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર