Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સરકાર વિરુદ્ધ બોલવા બદલ મારું એન્કાઉન્ટર થઈ શકે છે: વાંગચુક

Fri, September 25 2026

અમિત શાહનું રાજીનામું માંગ્યું; લેહ-લદાખ બંધ, સ્મૃતિસભામાં જો કે મર્યાદિત હાજરી

લદાખમાં ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિના રક્ષણોની માંગને લઈને થયેલી હિંસાની પ્રથમ વરસી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે ન્યાયિક તપાસ અહેવાલ જાહેર કરવાની પણ માંગ કરી હતી.

લેહમાં યોજાયેલી સ્મૃતિસભામાં સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાને કારણે તેમનું પણ “એન્કાઉન્ટર” થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે ઘણા લોકો તેમને સંભવિત જોખમ અંગે ચેતવણી આપી રહ્યા છે, પરંતુ તેઓ લદાખના હકો માટે લડત ચાલુ રાખશે.

વાંગચુકે ગયા વર્ષે થયેલી હિંસામાં ચાર લોકોના મોત માટે રાજકીય જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ તેવી તેમણે માંગણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આંદોલન દરમિયાન સુરક્ષા દળોએ સ્થાનિક યુવાનો સામે અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને પછી તેમને રાષ્ટ્રવિરોધી તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હતો.

તેમણે કહ્યું કે જો ન્યાયિક તપાસનો અહેવાલ જાહેર નહીં કરવામાં આવે તો સ્વતંત્ર “પીપલ્સ ટ્રિબ્યુનલ” રચીને સમગ્ર ઘટનાની તપાસ કરાવવામાં આવશે. વાંગચુકે લદાખની રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિ હેઠળના સંવિધાનિક રક્ષણો અને સ્થાનિક લોકો સાથે કરવામાં આવેલા વચનોના મુદ્દા ફરી ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે

લદાખમાં બુધવારે હિંસાની વરસી નિમિત્તે લેહ અને કારગિલ સહિતના વિસ્તારોમાં બંધનું પાલન કરવામાં આવ્યું હતું. અનેક વેપારી સંસ્થાઓ બંધ રહી હતી અને રસ્તાઓ પર વાહનવ્યવહાર પણ ઓછો જોવા મળ્યો હતો.

લદાખ મુદ્દે રાહુલ કેમ ચુપ ?

સોનમ વાંગચુકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી બાદ રાહુલ ગાંધીએ અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી, જેનું તેઓ સમર્થન કરે છે. જોકે તેમણે સવાલ ઉઠાવ્યો કે લદાખમાં ચાર લોકોના મોત થયા અને ગંભીર હિંસા થઈ હોવા છતાં રાહુલ ગાંધી આ મુદ્દે મૌન કેમ છે? વાંગચુકે કહ્યું કે જો દિલ્હીની ઘટનામાં જવાબદારી નક્કી થઈ શકે તો લદાખની ઘટનામાં પણ સમાન માપદંડ લાગુ થવો જોઈએ.

લેહ-લદાખ બંધ, છતાં પાંખી હાજરી

હિંસાની પ્રથમ વરસી નિમિત્તે લેહ અને કારગિલમાં બંધનું વ્યાપક પાલન થયું હતું. દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ બંધ રહી હતી. જોકે સ્મૃતિસભામાં અપેક્ષિત સંખ્યામાં લોકો હાજર રહ્યા નહોતા. વાંગચુકે તેનો કારણ ભારે સુરક્ષા બંદોબસ્ત અને લોકોમાં વ્યાપેલા ભયને ગણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ગામડાંઓમાં પણ સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે કોઈને પણ કાર્યક્રમમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા નહોતા.આયોજકોને અપેક્ષા કરતા ઓછા મળેલા પ્રતિસાદને કારણે ઓછી હાજરી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

Tags:

ActivismMattersCivilRightsCourageToSpeakDefendHumanRightsDemocracyInDangerFreedomOfExpressionFreeSpeechGovernmentAccountabilityHumanRightsJusticeForAllPoliticalActivismPoliticalRepressionProtectJournalistsSpeakTruthToPowerSpeakUpStagedEncountersStandAgainstOppressionTruthMattersVoiceOfTheVoicelessWangchuk

Share Article

Other Articles

Previous

ઝુરિચ-દિલ્હી ફ્લાઇટ પૂર્વે પાઇલટ નશાની હાલતમાં પકડાયો: એર ઇન્ડિયાએ સસ્પેન્ડ કર્યો, ડીજીસીએ એ સેફ્ટી ચેક કડક કરવા આપ્યા આદેશ

Next

અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ઝુરિચ-દિલ્હી ફ્લાઇટ પૂર્વે પાઇલટ નશાની હાલતમાં પકડાયો: એર ઇન્ડિયાએ સસ્પેન્ડ કર્યો, ડીજીસીએ એ સેફ્ટી ચેક કડક કરવા આપ્યા આદેશ
1 કલાક પહેલા
સરકાર વિરુદ્ધ બોલવા બદલ મારું એન્કાઉન્ટર થઈ શકે છે: વાંગચુક
1 કલાક પહેલા
અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે
1 કલાક પહેલા
યુએનની સામાન્ય સભામાં નેતન્યાહૂ બોલવા ઊભા થયા તે સાથે જ હોલ ખાલી થવા લાગ્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3650 Posts

Related Posts

ન્યુયોર્કની પીચ છે કે બેટરો માટે આફત ?
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
યમનમાં ભારતીય મૂળની નર્સ નિમિષાની ફાંસીની સજા ટળી : બંને દેશના ધર્મગુરુઓએ કરી વાતચીત,જાણો કોની હત્યાનો આરોપ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Rule Change 1st November : આધાર અપડેટ ચાર્જથી લઈ નોમિનેશન સુધી આ 7 નિયમોમાં થઈ શકે છે ફેરફાર
ગુજરાત
11 મહિના પહેલા
વેક્સિન બાદ દર્દીમાં થતી વિવિધ બિમારીઓ અંગે રાજકોટ એઇમ્સમાં થશે રિસર્ચ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર