Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ગ્રાહકોના સ્વાસ્થ્યને લઈ કેન્દ્ર સરકારનો નિર્ણય: પેકેજિંગ નિયમોમાં FSSAI એ કર્યો બદલાવ

Sat, August 29 2026

આજના દોડધામ ભરેલા યુગમાં પેક્ડ ફૂડ અને જંક ફૂડ આપણી દિનચર્યાનો એક અવિભાજ્ય હિસ્સો બની ગયા છે, પરંતુ આ રેડીમેડ ખાણી-પીણી આપણા સ્વાસ્થ્ય પર કેવા ઘાતક પ્રહાર કરી રહી છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ગ્રાહકોની સુખાકારી અને જાગૃતિને પ્રાથમિકતા આપવા માટે હવે ખાદ્ય સુરક્ષા તંત્રે એક અત્યંત ક્રાંતિકારી અને કડક પગલું ભમ્યું છે, જેનાથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે.

સુપ્રીમ કોર્ટમાં FSSAI નો એક્શન પ્લાન

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ એક મહત્વપૂર્ણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ફાફડા અને જંક ફૂડના શોખીનો માટે સરકારે આ પ્લાન રજૂ કર્યો છે. ‘3S એન્ડ અવર હેલ્થ સોસાયટી’ નામના એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન આ ખુલાસો થયો છે, જે ગ્રાહકોના મૂળભૂત અધિકારો સાથે સીધો જોડાયેલો છે.

ષટ્કોણ આકારમાં લાલ રંગની ચેતવણી

નવા પ્રસ્તાવિત નિયમો અનુસાર, જે પણ પેક્ડ ખાદ્ય પદાર્થોમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ માત્રામાં ખાંડ, ચરબી કે મીઠું હશે, તેના પેકેટના ઉપરના ભાગે સ્પષ્ટ દેખાય તેવું લાલ રંગનું ચિહ્ન મૂકવું પડશે. ગ્રાહકો તેને સહેલાઈથી ઓળખી શકે તે માટે આ ચેતવણી વિશેષરૂપે ષટ્કોણ (Hexagon) આકારમાં છાપવામાં આવશે, જેમાં ‘હાઇ શુગર’, ‘હાઇ ફેટ’ અને ‘હાઇ સોલ્ટ’ લખેલું હશે.

લેબલિંગ અને ફોન્ટ સાઇઝમાં ખાસ ફેરફાર

આ ચેતવણી માત્ર નામ પૂરતી નહીં હોય પરંતુ ગ્રાહકોની નજર તરત તેના પર જાય તે માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. પેકેટની પાછળ આપેલા સામાન્ય ન્યુટ્રિશન ટેબલના ફોન્ટ સાઇઝ કરતા આ ચેતવણીના ફોન્ટ 1 પોઇન્ટ મોટા રાખવામાં આવશે, જેથી ખરીદી કરતી વખતે ગ્રાહક સાવચેત બની શકે.

આ પણ વાંચો: રાજકોટમાં 5 વર્ષથી ચાલતું નકલી તમાકુનું કારખાનું ઝડપાયું!

બે તબક્કામાં લાગુ થશે આ નિયમો

ખાદ્ય ઉત્પાદકો અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને તેમની પ્રોડક્ટ્સની ફોર્મ્યુલા બદલવા અને નવું પેકેજિંગ અપનાવવા માટે પૂરતો સમય મળી રહે તે માટે આ કાયદો બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવા ઉત્પાદનો લેવાશે જેમાં એકસાથે બે કે તેથી વધુ પોષક તત્વો (જેમ કે એડેડ શુગર અને ફેટ) વધુ હોય, જ્યારે બીજા તબક્કામાં માત્ર એક જ તત્વ વધુ હોય તેવી પ્રોડક્ટ્સને આવરી લેવામાં આવશે.

કુદરતી પદાર્થોને મળશે ખાસ મુક્તિ

આ નિયમોથી તમામ વસ્તુઓને આવરી લેવામાં નથી આવી. FSSAIએ સ્પષ્ટતા કરી છે કે સિંગલ-ઇંગ્રીડિયન્ટ ધરાવતા એટલે કે માત્ર એક જ વસ્તુથી બનતા અને કુદરતી રીતે જ ચરબી, ખાંડ કે મીઠું ધરાવતા પદાર્થોને આ લાલ ચેતવણીમાંથી મુક્તિ આપવામાં આવશે. આ શ્રેણીમાં શુદ્ધ ઘી, ખાદ્ય તેલ, ગોળ અને મધનો સમાવેશ થાય છે, જોકે તેમને અન્ય લેબલિંગ કાયદાઓમાંથી કોઈ મુક્તિ નહીં મળે.

આ નિર્ણય ચોક્કસપણે દેશના નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જ્યાં સુધી ગ્રાહકો પોતાની ખાણી-પીણીની આદતો પ્રત્યે સભાન નહીં બને ત્યાં સુધી સરકારના આ કાયદાઓ સંપૂર્ણ અસર નહીં કરી શકે, પરંતુ આ ક્રાંતિકારી ડગલું કંપનીઓને પણ હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સ બનાવવા માટે મજબૂર ચોક્કસ કરશે.

Share Article

Other Articles

Previous

ફેડરલ રિઝર્વના એક નિવેદનથી સોના-ચાંદી બજારમાં ભૂકંપ: સોનું 4000, ચાંદી 9000 સસ્તી થઈ!

Next

રાજકોટમાં 5 વર્ષથી ચાલતું નકલી તમાકુનું કારખાનું ઝડપાયું!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સરકારી ચોપડે ખુલી દેશના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટની પોલ: ધીમી ગતિને કારણે સમયમર્યાદા પર છવાયા શંકાના વાદળો
7 મિનિટutes પહેલા
પહેલા વિદેશી મદદનો ઇનકાર, હવે નેપાળની આજીજી, ભારતે મોકલી 57 ટન સહાય
9 મિનિટutes પહેલા
ટ્રમ્પે કરી દુનિયાની સૌથી મોટી ઓઈલ ડીલ, માદુરોની ધરપકડ બાદ ખેલ પલટાયો
11 મિનિટutes પહેલા
કુદરતી આપત્તિ વચ્ચે ગુજરાતના પરિવારો પર આભ તૂટ્યું: વિદેશી નાગરિકત્વ ધરાવતા પ્રવાસીઓ પણ લાપતા
12 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3547 Posts

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપનારની એરીઝોનાથી ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરમાં આજે શપથ ગ્રહણ પહેલા જ રંગમાં ભંગ : ઉમર અબ્દુલ્લા સરકારને બહારથી ટેકો આપવાની કોંગ્રેસની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઘરબેઠા આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ ૧૪ માર્ચ સુધી થઈ શકશે
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટમાં નાના મૌવા સર્કલ પાસે આન હોન્ડા શોરૂમમાં ફાટી નીકળી આગ : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર