Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingક્રાઇમગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

અમદાવાદમાં 1 વર્ષ સુધી મોંઘી બોટલમાં નકલી દારૂ વેચાયો!: એકની ધરપકડ

Fri, August 21 2026

ગુજરાતમાં ગેરકાયદે અને નકલી દારૂનું વેચાણ અટકાવવા માટે પોલીસ ભલે ગમે તેટલા દાવા કરતી હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. તાજેતરમાં ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં સસ્તા દારૂમાં કેમિકલ ભેળવીને તેને મોંઘી અને જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે નિકોલ પોલીસે દરોડા પાડીને એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર હાલ ફરાર થઈ ગયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીથી નિકોલ પોલીસના દરોડા

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે નિકોલ વિસ્તારમાં નકલી દારૂનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે 20 ઓગસ્ટ 2026ના રોજ નિકોલ પોલીસે અટલ આવાસ યોજનાના મકાનની પાછળના ગેટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં સ્કૂટર લઈને પસાર થઈ રહેલા એક શખસને રોકીને તલાશી લેવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાનું નામ સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજા (ઉંમર ૨૬, રહે. બ્લોક ૧૩, અટલ આવાસ યોજના) હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામોમાં ગત વર્ષે 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણ્યો ‘ઉડન ખટોલા’નો રોમાંચ

સ્કૂટરની ડેક્કીમાંથી મળી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ

પોલીસે જ્યારે સુનિલના સ્કૂટરની ડિક્કી ચેક કરી, ત્યારે અંદરથી મોંઘી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આરોપીની કડક પૂછપરછ બાદ પોલીસે તેના ભાગીદાર દિનેશના કુબેરનગર સ્થિત ઘરે પણ દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસને વિવિધ ફ્લેવર અને કેમિકલ ભરેલી ધાતુની ૪ અને પ્લાસ્ટિકની ૪ નાની બોટલો તેમજ એક આધારકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે કુલ 6,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ સામેલ છે.

એક વર્ષથી ચાલતો હતો આ ખતરનાક ગોરખધંધો

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુનિલ અને તેનો ફરાર સાથીદાર દિનેશ છેલ્લા એક વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવી રહ્યા હતા. તેઓ ચામુંડા બ્રિજ નીચે આવેલી ભંગારની દુકાનેથી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, તેના ઢાંકણા અને લેબલ ખરીદીને લાવતા હતા. ત્યારબાદ તેમાં સસ્તો વિદેશી દારૂ, પાણી અને બ્રાન્ડ જેવી જ ફ્લેવર કે કેમિકલ મિક્સ કરીને નકલી સીલ મારી દેતા હતા. આ નકલી દારૂને અસલી મોંઘી બ્રાન્ડના નામે ગ્રાહકોને વેચીને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. હાલ પોલીસે સુનિલ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે અને ફરાર દિનેશને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં સુરક્ષા અને દારૂબંધીના અમલીકરણ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદમાં એક વર્ષ સુધી બેરોકટોક ચાલેલું આ નકલી દારૂનું કૌભાંડ દર્શાવે છે કે બુટલેગરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં જરાય અચકાતા નથી. જો પોલીસ અગાઉથી જ આ બાબતે સક્રિય રહી હોત, તો આટલા લાંબા સમય સુધી આ ગેરકાયદેસર ધંધો ધમધમતો ન અટકાવી શકાયો હોત.

Share Article

Other Articles

Previous

હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે એવો ખખડાવ્યો કે 6 વર્ષના માસૂમે શિક્ષકના ખોળામાં જ દમ તોડ્યો

Next

ગુજરાતના યાત્રાધામોમાં ગત વર્ષે 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણ્યો ‘ઉડન ખટોલા’નો રોમાંચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો
28 મિનિટutes પહેલા
યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ
29 મિનિટutes પહેલા
ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
30 મિનિટutes પહેલા
યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક
34 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3494 Posts

Related Posts

ગુજરાતીઓનું ફેવરીટ ડેસ્ટીનેશન એટલે માઉન્ટ આબુ : ઉનાળામાં પ્રવાસીઓની સંખ્યા વધી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે પારણું બંધાશે : ક્યૂટ ફોટો શેર કરીને લોકપ્રિય કપલે આપી ખુશખબરી
Entertainment
1 વર્ષ પહેલા
અમેરિકામાં દેખાઈ ભારતની તાકાત : વિદેશ મંત્રી રુબીયોએ પ્રથમ બેઠક જય શંકર સાથે કરી, દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા થઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો, ભુવાએ પડાવ્યા રૂપિયા 8 લાખ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર