Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતના યાત્રાધામોમાં ગત વર્ષે 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણ્યો ‘ઉડન ખટોલા’નો રોમાંચ

Fri, August 21 2026

૨.૧૨ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક

રાજ્યમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે યાત્રાળુઓ ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ

દેશ-વિદેશના પ્રવાસીઓ- યાત્રાળુઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પવિત્ર પર્વત પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડન ખટોલાનો આસ્થા સાથે આંનદ પણ માણ્યો છે.જેમાં પંચમહાલના પાવાગઢમાં ૨૩.૪૩ લાખથી વધુ પ્રવાસીઓએ, બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો ૧૫.૫૮ લાખથી વધુ તેમજ જૂનાગઢના ગિરનારમાં ૮.૩૧ લાખથી વધુ એમ કુલ ૪૭.૩૨ લાખથી વધુ ભાઈઓ-બહેનો, બાળકો,વડીલો તથા દિવ્યાંગ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે જે ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા દર્શાવે છે. આ યાત્રાળુઓના આગમનથી આ વિસ્તારના યુવાઓને સારા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ રહી છે.  

 ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલો ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગનો એક અસાધારણ પરાક્રમ સાથે જ આધ્યાત્મિકતા અને કુદરતી વૈભવનો પ્રવેશ દ્વાર છે. ૨.૧૨ કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક છે, જે ગિરનાર પર્વતોની જમીનથી ૩,૬૬૦ ફૂટની ઊંચાઈએ આવેલા પવિત્ર એવા અંબાજી માતાના મંદિર સાથે જોડે છે.

ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર ૨૦૨૦માં ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યારે સુધીમાં લાખ્ખો મુલાકાતીઓ – યાત્રાળુઓએ રોપ-વેની આ સેવાનો આનંદ માણી સલામત,અનુકૂળ અને અવિસ્મરણીય મુસાફરીનો અનુભવ કર્યો છે. આ રોપ-વેના ૩૧ આધુનિક કેબિન પ્રતિ કલાક ૧,૦૦૦ મુસાફરોનું પરિવહન કરે છે,જેમાં ૦૯ મિનિટની આ આકર્ષક રાઈડ ભવ્ય ગિરનાર પર્વતોના મનોહર દૃશ્યો દર્શાવે છે.

આ પણ વાંચો: એજન્ટને હજારો રૂપિયા આપ્યા વગર ઘરે બેઠા ફ્રીમાં મેળવો GST નંબર

ગિરનાર પર્વતો અનેક પવિત્ર મંદિરોનું નિવાસસ્થાન છે. જેમાં ગુરુ દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર,ગોરખનાથ મંદિર અને ઐતિહાસિક જૈન મંદિરોનો સમાવેશ થાય છે. રોપ-વે પાયાથી ૫,૦૦૦ પગથિયાં ઉપર સ્થિતમાં અંબાજી મંદિર સુધી યાત્રાળુઓને સરળતાથી પહોંચવાની સુવિધા આપે છે,જેનાથી મુશ્કેલ ચઢાણની દુવિધા દૂર થાય છે અને તે યાત્રાળુઓ અને પ્રવાસીઓ બંને માટે એક આદર્શ પસંદગી બન્યું છે. ચોમાસાની ઋતુમાં મુલાકાતીઓ ગિરનારના પર્વતો પર ફરવાનો વધારે આનંદ માણે છે,જ્યાં વાદળો પરિભ્રમણ કરે છે અને પ્રકૃતિનું મનોહર સૌંદર્ય જોવા મળે છે. આ સાથે જ નવરાત્રી, જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં પણ ગિરનારમાં યાત્રાળુઓનો વધુ ધસારો જોવા મળે છે. સોમનાથ મંદિર અને ગીર સિંહ અભયારણ્યની નિકટતા તેને સંપૂર્ણ સાંસ્કૃતિક અને કુદરતી અનુભવ મેળવવા માંગતા પ્રવાસીઓ વચ્ચે આ સ્થળ વધારે લોકપ્રિય બન્યું છે.

વધુમાં ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા ‘ઉડન ખટોલા’ બ્રાન્ડ હેઠળ સંચાલિત ગિરનાર,પાવાગઢ અને અંબાજી રોપ-વે દરેકમાં વેઇટિંગ હોલ,ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઈડ સર્વિસ, વ્હીલચેર, બોડી મસાજ ચેર,લોકર,પીવાનું પાણી,શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ જેવી વિવિધ અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગિરનાર રોપ-વે સવારે ૦૭ થી સાંજે ૦૫ કલાક સુધી,પાવાગઢ રોપ-વે સવારે ૦૬ થી સાંજે ૦૫:૪૫ કલાક સુધી જ્યારે અંબાજી રોપ-વે સવારે ૦૭ થી સાંજે ૦૬ કલાક સુધી યાત્રીઓ માટે ચાલુ રહે છે. યાત્રીઓને સાંસ્કૃતિક અનુભવ થાય તે માટે ડિસેમ્બરથી માર્ચ દરમિયાનનો સમય શ્રેષ્ઠ હોય છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ટિકિટ્સ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

આ અંગે વધુ માહિતી માટે customercare@ushabreco.com પર ઈમેલ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૦૨-૪૦૫૦ પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત ઓનલાઇન ટિકિટ બુકિંગ udankhatola.com  પરથી કરી શકાશે.

ડિસ્કાઉન્ટ: રોપ-વે માં દિવ્યાંગજનોને વિશેષ ડિસ્કાઉન્ટે આપવામાં આવે છે

રોપ-વે કંપની દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે ‘શરદ મહોત્સવ’ નામની ખાસ યોજના હેઠળ STEM EXCURSION શૈક્ષણિક પ્રવાસ માટે પ્રોત્સાહિત કરે છે.

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં 1 વર્ષ સુધી મોંઘી બોટલમાં નકલી દારૂ વેચાયો!: એકની ધરપકડ

Next

એજન્ટને હજારો રૂપિયા આપ્યા વગર ઘરે બેઠા ફ્રીમાં મેળવો GST નંબર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો
6 કલાક પહેલા
યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ
6 કલાક પહેલા
ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
7 કલાક પહેલા
યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક
7 કલાક પહેલા
Categories

નેશનલ

3494 Posts

Related Posts

અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સરકારનો મોટો ખુલાસો: તપાસ અંતિમ તબક્કામાં
ગુજરાત
3 સપ્તાહs પહેલા
મારી દીકરી ભાગી ગઇ તેમાં તારો જ હાથ છે : ગરબા કલાસિસ સંચાલકને વકીલની ધમકી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અપને તો અપને હોતે હોતે હૈ…ધર્મેન્દ્રની રાજકોટ સાથેની યાદગાર ક્ષણો, એક અઠવાડિયા સુધી બંને દીકરા સાથે કર્યું’તું શૂટિંગ  
Entertainment
9 મહિના પહેલા
યાત્રીઓ ધ્યાન આપે: આવતીકાલથી સૌરાષ્ટ્ર મેલ દાદર સુધી જ જશે
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર