“મારી જવાની અને મારા શયનખંડના સ્વપ્ન જોવાનું બાબાજી , બંધ કરો..”
બાબાએ કંગનાની જવાનીના કારનામા પૂછ્યા બાદ મામલો એકબીજાના ચારિત્ર્ય સુધી પહોંચી ગયો
ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે શરૂ થયેલું વાકયુદ્ધ હવે વ્યક્તિગત આક્ષેપો સુધી પહોંચી ગયું છે. ‘જનરેશન ગટર’ ટિપ્પણીને લઈને રામદેવે કંગનાની ટીકા કર્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં તીખો પ્રહાર કરતાં કહ્યું કે, “બાબાજી, મારી જવાની અને મારા શયનખંડ વિશે સ્વપ્ન જોવાનું બંધ કરો.”
કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને રામદેવને સંબોધતા લખ્યું કે લોકો માત્ર અફવાઓ અને ગપસપના આધારે જ કોઈના અંગત જીવન વિશે અનુમાન લગાવી શકે છે. સાથે જ તેમણે પતંજલિ અને તેના ભ્રામક જાહેરાતો અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલા વિવાદનો ઉલ્લેખ કરતાં કટાક્ષ કર્યો કે, “ઓછામાં ઓછું મને તો ખોટા દાવાઓ માટે સુપ્રીમ કોર્ટની ફટકાર ક્યારેય નથી પડી.”
આ પણ વાંચો: ચાર મહિનામાં 22ને ફાંસીની સજા આપનાર જજ પાસેથી હત્યાના 100 કેસ લઈ લેવાયા
કંગનાએ વધુમાં કહ્યું કે, “મને ચારિત્ર્યના પાઠ ન શીખવાડો. તમારાથી તો મારું ચારિત્ર્ય ઘણું સારું છે.” તેમના આ નિવેદનથી બંને વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત કંગનાના ‘જનરેશન ગટર’ નિવેદનથી થઈ હતી. દિલ્હીના જંતર-મંતર ખાતે જનરેશન ઝેડના કેટલાક પ્રદર્શનકારીઓ અંગે કંગનાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી, જેને લઈને ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ રામદેવે,” કંગનાના યુવાનીના દિવસો અને ભૂતકાળના કારનામા કેવી પ્રકારના હતા”? એવો સવાલ કર્યો હતો. રામદેવની આ ટિપ્પણીનો કંગનાએ આવો ભારેખમ જવાબ આપતા વિવાદ વધવાની સંભાવના છે.
