Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

સાવરકર અંગેની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સામેની ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ

Fri, August 14 2026

સાવરકર બ્રિટિશરોના નોકર હોવાની અને પેન્શન લેતા હોવાની ટિપ્પણી સામે ફોજદારી ફરિયાદ થઈ હતી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે વિનાયક દામોદર સાવરકર અંગે કરાયેલી ટિપ્પણીઓના મામલે દાખલ કરાયેલી ફોજદારી ફરિયાદને સુપ્રીમ કોર્ટે શુક્રવારે રદ કરી દીધી છે. કોર્ટે નોંધ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 153-એ હેઠળ કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશ સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે આવી કોઈ મંજૂરી આપી હોવાનો રેકોર્ડ પર પુરાવો નથી.

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજને સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવી નથી. ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે સમન્સનો આદેશ રદ કરીને મામલો મેજિસ્ટ્રેટ પાસે પરત મોકલવામાં આવે જેથી જરૂરી મંજૂરી મેળવવાની કાર્યવાહી થઈ શકે. જોકે, જસ્ટિસ દત્તાએ સ્પષ્ટ કર્યું કે મંજૂરી વિના ગુનાની નોંધ લેવી જ કાયદેસર નથી અને જો મંજૂરી નથી તો મામલો ત્યાં જ પૂર્ણ થઈ જાય છે.

આ પણ વાંચો: જુલાઈમાં ફુગાવાનો દર થોડો ઘટીને 9.78 ટકા થયો: ઇંધણ અને વીજળીના ભાવ કાબુમાં રહેતા અનુકૂળ સ્થિતિ સર્જાઇ

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારના સોગંદનામામાં પણ રાહુલ ગાંધી સામે કાર્યવાહી માટે મંજૂરી આપવામાં આવી હોવાનો કોઈ ઉલ્લેખ નથી. તેથી ફરિયાદ તેમજ મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરાયેલા તમામ આદેશો રદ કરવામાં આવે છે.

આ કેસ રાહુલ ગાંધીના એક પત્રકાર પરિષદ દરમિયાનના નિવેદનને લઈને દાખલ થયો હતો, જેમાં તેમણે સાવરકરને બ્રિટિશરોના સેવક ગણાવ્યા હતા અને તેઓ બ્રિટિશ સરકાર પાસેથી પેન્શન લેતા હતા એવો આક્ષેપ કર્યો હતો. લખનૌના વકીલ નૃપેન્દ્ર પાંડે દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આ નિવેદનો દ્વારા સમાજમાં દ્વેષ અને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતોં

અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો

રાહુલ ગાંધી ડિસેમ્બર 2024માં લખનૌની ટ્રાયલ કોર્ટે જારી કરેલા સમન્સ આદેશને પડકારવા અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યા હતા. જોકે 4 એપ્રિલ, 2025ના રોજ હાઇકોર્ટે તેમને સીધી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ સુભાષ વિદ્યાર્થિએ નોંધ્યું હતું કે રાહુલ ગાંધી પાસે સેશન કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવાનો વૈકલ્પિક કાનૂની ઉપાય ઉપલબ્ધ છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાંથી હવે તેમને અંતિમ રાહત મળી છે.

Share Article

Other Articles

Previous

અગ્નિવીર બનવા નેપાળમાં આંદોલન, યુવાનો બોલ્યા ‘ખાડીની મજૂરી કરતાં ભારતીય સેનાની વર્દી સારી’

Next

જુલાઈમાં ફુગાવાનો દર થોડો ઘટીને 9.78 ટકા થયો: ઇંધણ અને વીજળીના ભાવ કાબુમાં રહેતા અનુકૂળ સ્થિતિ સર્જાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સેલેબ્રિટી-ઈન્ફ્લુએન્સર્સને FSSAIની કડક ચેતવણી, ખોટા દાવા કરવા પર કાનૂની કાર્યવાહી
39 મિનિટutes પહેલા
અગ્નિવીર બનવા નેપાળમાં આંદોલન, યુવાનો બોલ્યા ‘ખાડીની મજૂરી કરતાં ભારતીય સેનાની વર્દી સારી’
52 મિનિટutes પહેલા
સાવરકર અંગેની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સામેની ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ
1 કલાક પહેલા
જુલાઈમાં ફુગાવાનો દર થોડો ઘટીને 9.78 ટકા થયો: ઇંધણ અને વીજળીના ભાવ કાબુમાં રહેતા અનુકૂળ સ્થિતિ સર્જાઇ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3456 Posts

Related Posts

દહીં-દૂધ બન્નેમાં હાથ ! રોટરી ક્લબે ધંધો’ શરૂ કરી દીધો
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળો પર EDના દરોડા : નકલી ID વડે બેંક ખાતા ખોલવાનો મામલો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાયલાના નાગડકા ગામેથી 4કિલો 920 ગ્રામ અફીણ પકડાયું
રાજકોટ
3 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં કર્યુ મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર