Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ગુજરાતમાં ચાર ‘સૅન્ટર ઑફ ઍક્સેલન્સ’ બનશે

Tue, August 11 2026

નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુરમાં રૂ. 20 કરોડના ખર્ચે કેન્દ્રો ઊભા કરાશે

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્યના ચાર જિલ્લામાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવશે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુરમાં આ કેન્દ્રો ઊભા કરવા માટે વર્ષ 2026-27માં રૂ. 20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ કેન્દ્રોમાં એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપરાંત આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પણ અહીં તાલીમ, માર્ગદર્શન અને ખેતી સંબંધિત વિવિધ સુવિધાઓ મળી રહેશે.

રાજ્યમાં ચાર સ્થળોએ કેન્દ્રો ઊભા કરાશે.

પ્રથમ તબક્કામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામ, મોરબી જિલ્લાના હળવદ, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામ અને છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચૂડેલ ગામ ખાતે સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: GSFC દ્વારા જૂની રિક્ષાઓને અપાયો શહેરના ઐતિહાસિક વારસાનો ‘ન્યૂ લુક’

જીવામૃતથી માંડીને બિયારણ-રોપા સુધી મળશે સુવિધા

આ કેન્દ્રો માત્ર તાલીમ પૂરતાં મર્યાદિત નહીં રહે, પરંતુ પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પસ તરીકે વિકસાવવામાં આવશે. ખેડૂતોને ખેતી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ સાથે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જેવા બાયો-ઇનપુટ્સ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવશે. આ બાયો-ઇનપુટ્સનું ઉત્પાદન કરીને ખેડૂતોને નજીવા ભાવે ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના આચ્છાદન, પાકોના બિયારણ, બાગાયતી પાકોના રોપા, કટીંગ અને કલમો સહિતના પ્લાન્ટિંગ મટિરિયલનું ઉત્પાદન અને વેચાણ પણ કેન્દ્રો પરથી કરવામાં આવશે.

માટી અને ઉત્પાદનની ગુણવત્તા પણ ચકાસી શકાશે.

સેન્ટર ઑફ એક્સેલન્સમાં ખેડૂતોને માટી પરીક્ષણ અને કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી માટે માર્ગદર્શન મળશે. નવી ટેકનોલોજી, પ્રાથમિક ખેતી સામગ્રી, મૂલ્યવર્ધન અને કાપણી પછીની પ્રક્રિયા અંગે પણ ખેડૂતોને સહાય કરવામાં આવશે.

ખેતરમાં જઈને પણ તાલીમ અપાશે

પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ સાથે પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલ, મિશ્ર પાક અને સહજીવી પાક પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવશે. ખેડૂતોના ખેતર પર જઈને પણ નિદર્શન અને માર્ગદર્શન આપવામાં આવશે.બીજામૃત, જીવામૃત અને વિવિધ જંતુનાશકો બનાવવાની તથા તેનો યોગ્ય ઉપયોગ કરવાની પદ્ધતિ પણ શીખવવામાં આવશે. વિવિધ પાકો માટે પ્રાકૃતિક ખેતીની પ્રમાણભૂત પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવશે.

ખર્ચ ઘટશે, આવક વધશે

સરકારના આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને એક જ સ્થળે તાલીમ, ટેકનોલોજી, માર્ગદર્શન અને જરૂરી ખેતી સામગ્રી મળી રહેશે. બાયો-ઇનપુટ્સના યોગ્ય ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવવાથી ખેતી ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.

સાથે જ મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ, સંગ્રહ અને પેકેજિંગ અંગેની તાલીમ મળવાથી ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોનું વધુ સારું મૂલ્ય મેળવવામાં મદદ મળશે. આમ, રાજ્યના ચારેય સેન્ટર ઑફ એક્સેલન્સ પ્રાકૃતિક ખેતીના તાલીમ અને પ્રયોગના મુખ્ય કેન્દ્રો બની રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને નવી દિશા આપશે.

Tags:

AgriculturalDevelopmentAgroecologyCentersOfExcellenceEcoFriendlyAgricultureFarmersFirstFarmingCommunityFarmInnovationGreenRevolutionGujaratAgricultureNaturalFarmingOrganicFarmingRuralDevelopmentSoilHealthSustainableFarmingSustainablePractices

Share Article

Other Articles

Previous

ઈરાનની ધમકીઓ વચ્ચે ફૂડ કેટરિંગ ટ્રકમાં છુપાઈને ‘ગુપ્ત વિમાન’માં નીકળવું પડ્યું ડોનાલ્ડ ટ્રમ્પને!

Next

GSFC દ્વારા જૂની રિક્ષાઓને અપાયો શહેરના ઐતિહાસિક વારસાનો ‘ન્યૂ લુક’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સાબરમતી નદીની સપાટી વધતા વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર
13 મિનિટutes પહેલા
ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલ 50 રૂ. અને કપાસિયા તેલ 40 રૂ. મોંઘું થયું
1 કલાક પહેલા
ઈરાનની ધમકીઓ વચ્ચે ફૂડ કેટરિંગ ટ્રકમાં છુપાઈને ‘ગુપ્ત વિમાન’માં નીકળવું પડ્યું ડોનાલ્ડ ટ્રમ્પને!
1 કલાક પહેલા
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ગુજરાતમાં ચાર ‘સૅન્ટર ઑફ ઍક્સેલન્સ’ બનશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3424 Posts

Related Posts

વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર થશે પૈસાનો વરસાદ: BCCI અને ICC તરફથી મળશે આટલા કરોડનું ઈનામ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજીવ ગાંધીની પુણ્યતિથી : મહિલા, માનવ બોમ્બ અને મોત ..જાણો એ દિવસે શું થયું હતું…
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
જામનગરમાં પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિદ્ધાર્થ યાદવને હરિયાણામાં અપાઈ અંતિમ વિદાય, 10 દિવસ પહેલાં જ થઇ હતી સગાઇ
ગુજરાત
1 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકનાં કાલારામ મંદિરમાં કેવી રીતે કરી સફાઈ…જુઓ વિડીયો
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર