Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત

Thu, August 6 2026

ડ્રગ પેડલરોની આર્થિક કમર તોડવા ગુજરાત પોલીસનો આક્રમક અભિગમ

કુખ્યાત પેડલર પિંટુ યાદવની રૂ. ૨૨.૩૧ લાખની મિલકત જપ્ત

રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

ડ્રગ્સનો ગેરકાયદે વેપાર કરીને વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતોનો કાયદાકીય હિસાબ મેળવી તેને સરકારી ચોપડે જપ્ત કરવામાં આવી રહી છે. ગુનેગારો સામે SAFEMA/NDPSA (Smugglers and Foreign Exchange Manipulators Act, 1976) હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના આર્થિક નેટવર્કને ધ્વસ્ત કરવાનો આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો CM ના હસ્તે પ્રારંભ

પૂર્વ કચ્છ પોલીસનું ઐતિહાસિક ઓપરેશન

આ ઝુંબેશના ભાગરૂપે, સરહદી રેન્જ ભુજ-કચ્છ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની દેખરેખ હેઠળ SOG ટીમે એક મજબૂત કાયદાકીય કેસ તૈયાર કર્યો હતો. આ કેસ SAFEMA કોમ્પેટેન્ટ ઓથોરિટી, મુંબઈ ખાતે મોકલી આપીને સફળતાપૂર્વક મિલકત જપ્તીનો આદેશ મેળવવામાં આવ્યો છે.

છેલ્લા ૩ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરાવવાની પ્રથમ અને સૌથી સફળ કામગીરી પૂર્વ કચ્છ પોલીસે કરી બતાવી છે, જે રાજ્યના અન્ય તમામ પોલીસ યુનિટ્સ માટે એક રોલ મોડેલ સાબિત થઈ છે.

કુખ્યાત આરોપી પિંટુ યાદવની કાળી કમાણીથી ઊભી કરાયેલી મિલકત જપ્ત

ગાંધીધામ ખાતે અગાઉ ૩ થી ૪ વાર માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાઈ ચૂકેલા કુખ્યાત આરોપી પિંટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરૂદ્ધ SOG ટીમે આકરી કાર્યવાહી કરી છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીએ પોતે અને પોતાની પત્નીના નામે ડ્રગ્સના કાળા કારોબારમાંથી મિલકતો વસાવી હતી. આરોપીએ રૂ. ૧૫ લાખનું મકાન અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. ૨૨,૩૧,૦૦૦ ની મિલકત વસાવી હતી જેને કચ્છ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

ગુજરાત પોલીસની આ આક્રમક અને સીમાચિહ્નરૂપ કાર્યવાહીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. ગુનેગારોને માત્ર જેલની હવા જ નહીં ખાવી પડે, પરંતુ તેમણે નશાના કારોબારમાંથી ઊભી કરેલી પાઈ-પાઈનો હિસાબ આપીને પોતાની મિલકતો પણ ગુમાવવી પડશે.

Tags:

AssetForfeitureCommunitySafetyCrimeAwarenessCrimeInvestigationCriminalJusticeDrugAbusePreventionDrugCrimesDrugSeizureDrugTraffickingJusticeSystemKutchDrugCrimesKutchNewsKutchPoliceKutchUpdatesLawEnforcementPropertyConfiscation

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંધેર તંત્ર: થેલેસેમિયા બાળકોને લોહી, દવા, ઇન્જેક્શન મળતા નથી

Next

ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો CM ના હસ્તે પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું: 8 ઓગસ્ટે રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકૈતની મોરબીમાં મહાસભા
1 મિનિટute પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંધેર તંત્ર: થેલેસેમિયા બાળકોને લોહી, દવા, ઇન્જેક્શન મળતા નથી
3 મિનિટutes પહેલા
કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત
21 મિનિટutes પહેલા
ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો CM ના હસ્તે પ્રારંભ
24 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

શિક્ષણ વિભાગની 9 વેબસાઈટનું કરાયું રિ-લોન્ચિંગ : વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવો, નીતિઓ વગેરેની માહિતી ઝડપી-સરળતાથી મળશે
ગુજરાત
12 મહિના પહેલા
આંખના પલકારે ટ્રેન અદૃશ્ય! માત્ર 2 સેકન્ડમાં 700 કી.મીની સ્પીડ, ચીનની ટ્રેને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો, જુઓ વિડીયો
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
હાર્દિક સાથે તલાક બાદ નતાશા સ્વિમિંગ પૂલમાં આ વ્યક્તિ ચીલ કરતી જોવા મળી, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
Entertainment
2 વર્ષ પહેલા
T-20 : ભારતનો ઝીમ્બાબ્વે સામે 23 રનથી વિજય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર