Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

PoK કવરેજ બાદ અલ જઝીરા પર પાકિસ્તાનનો અઘોષિત પ્રતિબંધ ?

Wed, August 5 2026

ચૂંટણી અને સરકાર વિરોધી આંદોલનોના અહેવાલ બાદ વેબસાઇટ ઍક્સેસ બંધ :’યેલો જર્નાલિઝમ’નો આરોપ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સરકાર વિરોધી દેખાવો અને ચૂંટણી પ્રક્રિયા અંગે અલ જઝીરાના અહેવાલો પ્રસારિત થયા બાદ પાકિસ્તાનમાં તેના અંગ્રેજી વેબસાઇટની ઍક્સેસ અવરોધવામાં આવી હોવાના દાવાઓ સામે આવ્યા છે. જોકે શહબાઝ શરીફ સરકારે સત્તાવાર પ્રતિબંધ જાહેર કર્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા પર અનેક વપરાશકર્તાઓએ અલ જઝીરાની વેબસાઇટ ન ખુલતી હોવાની ફરિયાદ કરી છે. બીજી તરફ પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલ જઝીરા પર ‘યેલો જર્નાલિઝમ’ અને ચૂંટણી પ્રક્રિયાનું ખોટું ચિત્રણ કરવાનો આરોપ મૂક્યો છે.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે, મુઝફ્ફરાબાદના પસંદગીના મતદાન મથકો પરથી પસંદગીના સમય અને વ્યક્તિઓના નિવેદનો દર્શાવી અલ જઝીરાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની ચૂંટણીને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મંત્રાલયે આ પ્રકારનું “યેલો જર્નાલિઝમ” ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવા અને લોકોના જનાદેશને નબળો પાડવાના એજન્ડાનો ભાગ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયા સહિત અનેક સ્થળે વાદળ ફાટતાં તબાહી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ઇસ્લામાબાદ ‘આઝાદ જમ્મુ-કાશ્મીર’ તરીકે ઓળખાવે છે. અલ જઝીરાના અહેવાલોમાં સરકાર વિરોધી દેખાવો અને સુરક્ષા દળોની કાર્યવાહી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશમાં તેની વેબસાઇટની ઍક્સેસ મર્યાદિત કરવામાં આવી હોવાના દાવાઓ સામે આવ્યા છે, જોકે સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પત્રકારો પર દમન બંધ કરો: CPJ

કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ)એ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પત્રકારત્વ પર થઈ રહેલા દમનની કડક ટીકા કરી છે. સંસ્થાએ ઇન્ટરનેટ અને ટેલિકોમ સેવાઓમાં પ્રતિબંધ, સમાચાર સંકલન પર નિયંત્રણ તેમજ પત્રકારોની અટકાયત અને ગુમ થવાની ઘટનાઓને ગંભીર ગણાવી છે. CPJએ સ્વતંત્ર પત્રકાર રાજી તાહિર અને તેમના સાથી મહંમદ સૈફના ગુમ થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જો તેઓ સરકારી કસ્ટડીમાં હોય તો તેની સત્તાવાર પુષ્ટિ કરીને તેમને કાયદેસરની પ્રક્રિયા બાદ તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. સાથે જ મીડિયા પરના તમામ પ્રતિબંધો હટાવી સ્વતંત્ર અહેવાલોને મંજૂરી આપવા પાકિસ્તાનને અપીલ કરી છે.

Share Article

Other Articles

Previous

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા નદીમાં ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

Next

જમ્મુ-કાશ્મીરના શોપિયા સહિત અનેક સ્થળે વાદળ ફાટતાં તબાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomy નો દરજ્જો મળ્યો
3 મિનિટutes પહેલા
ગુજરાત રાજ્ય બીજ નિગમનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ
5 મિનિટutes પહેલા
કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી
2 કલાક પહેલા
વાયદા બજારમાં તેજી: સોનું 1,250થી વધુના ઉછાળા સાથે 1,45,000ને પાર, ચાંદી પણ મોંઘી થઈ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3398 Posts

Related Posts

રાજકોટમાં બાળકીના કથિત અપહરણ મામલે ડી.સી.પી.એ કર્યો ખુલાસો…જુઓ 
રાજકોટ
3 વર્ષ પહેલા
દિલ્હી : કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમારને પ્રચાર દરમિયાન યુવકે માર્યો લાફો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શાપર વેરાવળના શ્રમિકના રૂ.12 હજાર રીક્ષા ગેંગે સેરવી લીધા
રાજકોટ
3 વર્ષ પહેલા
લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ જાહેર, પોલિસીમાં કોઈ ગુનાહિત ષડયંત્ર નહોતું: અદાલતે CBI ને ઝાટકી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર