પાકમાં શાહબાઝને ઉથલાવી દેવાનું મુનિર, નકવીનું મોટું કાવતરું
આસીમ મુનિર રાષ્ટ્રપતિ અને મોહસીન નકવી વડાપ્રધાન બનવા માંગે છે;
હમેશા દરેક પ્રકારની અંધાધૂંધી અને આતંકને લીધે ચર્ચામાં રહેતા પાકિસ્તાનમાં હવે તખ્તાપલટને લઈને ચહલપહલ મચી છે, કારણ કે, ત્યાં શહબાઝ શરીફ સરકારના તખ્તાપલટની અટકળો વધુ તેજ થઈ રહી છે. એવા પણ અહેવાલો છે કે, રાજધાની ઈસ્લામાબાદને કન્ટેનરોથી સીલ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે. મોહસીં નકવી પોતે વડાપ્રધાન બનવા માંગે ચએ અને મુનિર રાષ્ટ્રપતિ બનીજવા હવાતિયાં મારી રહ્યા છે.
તખ્તાપલટની કમાન સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના હાથમાં છે, અને વડાપ્રધાન શહબાઝ શરીફની ખુરશી ડગમગી રહી છે, કારણ કે તેમના પોતાના જ ગૃહમંત્રી મોહસિન નકવીએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે, રાવલપિંડીમાં આ તખ્તાપલટની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે.
આ પણ વાંચો: ટેરિફ મુદ્દે ટ્રમ્પ અમેરિકામાં જ ઘેરાયા, 25 રાજ્યોનો બળવો
પાકિસ્તાનની શાસન વ્યવસ્થા ધ્વસ્ત હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યાના થોડા જ દિવસો બાદ, ગૃહમંત્રી મોહસિન નકવીએ હવે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડનું પગેરું શોધવાનો દાવો કરતા નકવીએ કહ્યું કે, આમાં જજોથી લઈને રાજકારણીઓ સુધી, સરકારી તંત્રના અસંખ્ય મહત્વના ભાગો સામેલ છે. જોકે નકવીએ તે લોકોના નામ જાહેર નથી કર્યા, પરંતુ તેમના સતત સનસનાટીભર્યા નિવેદનોએ એ અટકળને તેજ કરી દીધી છે કે, શું પાકિસ્તાનમાં સત્તા પલટાની તૈયારી છે?.
પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરના નજીકના માનવામાં આવતા નકવીએ ભારપૂર્વક કહ્યું કે, આ કૌભાંડ માટે જવાબદાર દરેક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નકવીએ પત્રકારોને કહ્યું કે, ‘મને નથી લાગતું કે, પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય આટલું મોટું કૌભાંડ થયું હોય, જેમાં જજ, નોકરશાહ, રાજકારણીઓ અને બેંકર બધા સામેલ હોય.’
