ડાન્સ રિહર્સલ દરમિયાન હિપમાં ફ્રેક્ચર થતાં ફિલ્મોના શેડ્યૂલ પર અસરની શક્યતા: ડોક્ટરોએ ૬ સપ્તાહ આરામની આપી સલાહ
દક્ષિણ અને બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાના શૂટિગ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી મુજબ, તેઓ પોતાની આગામી ફિલ્મ `મૈસા’ના ડાન્સ સિક્વન્સની રિહર્સલ કરી રહી હતી ત્યારે પગ લપસતા પડી ગઈ હતી. અકસ્માતમાં તેમના હિપના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક્સ-રે અને અન્ય તપાસ બાદ ડોક્ટરોએ હિપમાં ફ્રેક્ચર તથા ટેન્ડનમાં ગંભીર ઈજા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: મોદીએ બાળકોને માફ કર્યા, 15 વર્ષની બાળકીએ બે હાથ જોડીને માફી માંગી
ડોક્ટરોએ રશ્મિકાને ઓછામાં ઓછા છ અઠવાડિયા સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. સાથે જ નિયમિત ફિઝિયોથેરાપી અને તબીબી સારવાર ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. ઈજાને કારણે તેમની આગામી ફિલ્મોના શૂટિગ શેડ્યૂલમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રશ્મિકાની ઈજાની ખબર સામે આવતાં ચાહકોમાં ચિતા ફેલાઈ છે અને સોશિયલ મીડિયા પર તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.
