Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી

Fri, July 24 2026

આંબલીની સેન્ટોસા પાર્ક સોસાયટી તેમજ ઘુમાની હરિઑમ વિલા તથા ઇસ્કોન ગ્રીન સહિતની સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીમાં ઊતરીને

વરસાદી પાણીના સત્વરે નિકાલ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના આપતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં વરસેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા શહેરના આંબલી વિસ્તારની સેન્ટોસા પાર્ક સોસાયટી તેમજ ઘુમાની હરિઑમ વિલા તથા ઇસ્કોન ગ્રીન સોસાયટી સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ જાતે વરસાદી પાણીમાં ઊતરીને વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને સમગ્ર પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ નાગરિકો સાથે સંવાદ કરીને તેમને પડતી હાલાકી વિશે વિગતો મેળવી હતી. આ સમયે તેમની સાથે અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર બાદ મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં સ્થિતિની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

આ બેઠકમાં અમ્યુકો (AMC)ના અધિકારીઓ દ્વારા શહેરમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, ભુવા પડવા, વૃક્ષો ધરાશાયી થવા અને રોડ સેટલમેન્ટ સહિતની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો

જે મુજબ, શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદના કારણે મોસમનો સરેરાશ કુલ ૧૮.૪૨ ઇંચ (૪૫૭.૩૧ મી.મી.) વરસાદ નોંધાયો છે. શહેરના બાકરોલ, બોપલ, સરખેજ અર્બન અને જોધપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાને રાખી વાસણા બેરેજના ૨૨ દરવાજા ખોલવામાં આવ્યા છે.

વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૨ સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનના ૨૪૫ પમ્પ તથા ૮૩ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ૩૦૫ પમ્પ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરાયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારો માટે ૪૦ વાહન માઉન્ટેડ હેવી ડિ-વોટરિંગ પમ્પ (વરુણ પમ્પ) તહેનાત કરવામાં આવ્યા છે.

આ માટે કુલ ૧૨૯ જેટલી ડિસિલ્ટિંગ મંડળીઓ, ૪૦૦ જેટલા મજૂરો, ૭૨ ટ્રેક્ટર/છોટા હાથી, ૮ JCB, ૪૦ ફાઇટર પમ્પ અને દરેક વોર્ડમાં ERT ટીમો તહેનાત કરાઈ હોવાનું અમ્યુકો કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બગીચા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત ૩,૯૫૮ વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે પાલડી મોનસૂન કંટ્રોલરૂમ ખાતેથી SCADA સિસ્ટમ, Real Time Monitoring ડેશબોર્ડ અને ૧,૧૩૯ CCTV કેમેરા મારફત સતત ઓનલાઈન નિરીક્ષણ થઈ રહ્યું છે.

વાહનોની સલામતી માટે દક્ષિણી, ચાંદલોડિયા અને ચાંદખેડા અંડરપાસ બંધ રાખવામાં આવ્યા છે, જે પરિસ્થિતિ સામાન્ય થતાં તુરંત જ પુનઃ શરૂ કરવામાં આવશે. પાવર અને ટ્રાફિકની સમસ્યાઓ ઉકેલવા ટોરેન્ટ પાવર અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ કંટ્રોલરૂમ ખાતે હાજર હોવાનું જણાવી તેમણે કહ્યું કે આજે સુધીમાં પાણી ભરાવાની કુલ ૧૬૯ ફરિયાદોનો નિકાલ કરાયો છે, જ્યારે ૧૦૭ પર કામગીરી ચાલુ છે. આ સિવાય , ઝાડ પડવાની ૬૭ ફરિયાદોમાંથી ૪૩નો નિકાલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને શહેરની કોઈ પણ સોસાયટીમાં પાણી ભરાયેલું ન રહે તે માટે રાહત કામગીરીને ઝડપી બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. તદુપરાંત, આગામી સમયમાં પણ વરસાદ જેવી પરિસ્થિતિમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે પ્રકારની તકેદારી રાખવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક કામગીરીને પ્રાધાન્ય આપવા પર પણ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીની આજની આ સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશ બારોટ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ થેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

AhmedabadAhmedabadUpdatesAmbliBhupendraPatelChiefMinisterVisitCommunitySupportDisasterManagementEmergencyResponseFloodReliefGhumaGujaratGovernmentLocalLeadershipPublicSafetyRainAffectedAreasReviewMeetingUrbanDevelopment

Share Article

Other Articles

Previous

શરૂઆતમાં કડાકા પછી 2 કલાકમાં ચાંદી ચમકી: સોનાના ભાવ ગગડ્યા

Next

વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
કોકરોચ જનતા પાર્ટીની સરકારને કડી ચેતવણી
4 કલાક પહેલા
કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
5 કલાક પહેલા
ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા
5 કલાક પહેલા
કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3339 Posts

Related Posts

આજે ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે બીજો ટી-૨૦ મુકાબલો
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
ધોની-રોહિત-કોહલી ન કરી શક્યા તે સ્ટાર્કે કરી બતાવ્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સાક્ષીભાભી બાદ હું પહેલી વ્યક્તિ છું જેને ધોનીએ ખભે ઉંચકી હતી: જાડેજા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આણંદ પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર