શરૂઆતમાં કડાકા પછી 2 કલાકમાં ચાંદી ચમકી: સોનાના ભાવ ગગડ્યા
સત ત્રણ દિવસની તેજી પછી ગુરુવારે આવેલા કડાકાએ રોકાણકારોને ચોંકાવ્યા હતા, અને શુક્રવારે પણ એ જ ચિંતાની શરૂઆત થઈ. પણ બજારનો મિજાજ સવારથી બપોર સુધીમાં જ 180 ડિગ્રી ફરી ગયો. MCX પર શરૂઆતમાં સોનું-ચાંદી બંને લાલ નિશાનમાં હતા, પરંતુ બપોર સુધીમાં ચાંદીએ જબરદસ્ત રિકવરી કરીને બધાનું ધ્યાન ખેંચ્યું.
સવારે ઘટાડા પછી ઉથલપાથલ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે સવારે સોનું અને ચાંદી બંને 0.6% ના ઘટાડા સાથે ખુલ્યા. પરંતુ 12 વાગ્યા સુધીમાં તસવીર બદલાઈ ગઈ. ચાંદી લીલા નિશાનમાં પહોંચી ગઈ, જ્યારે સોનાએ પણ પોતાનો ઘટાડો થોડો ઘટાડ્યો.
સોનાનો ભાવ: હજુ દબાણમાં
5 ઓગસ્ટ 2026 ની ડિલિવરી વાળું સોનું ₹1,42,821 ના બંધ સામે ₹1,42,392 પર ખુલ્યું. સવારે 11 વાગ્યે તે ₹1,41,951 સુધી લપસ્યું, જે 0.61% અથવા ₹870 નો ઘટાડો હતો. દિવસનો નીચલો સ્તર ₹1,41,742 રહ્યો. બપોરે 12 વાગ્યે થોડી રિકવરી બાદ સોનું 0.35% અથવા ₹502 ઘટીને ₹1,42,319 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એટલે કે હજુ પણ લાલ નિશાનમાં જ છે.
ચાંદીની ચમક: 2 કલાકમાં વળાંક
ચાંદીએ પહેલા સોનાની જેમ જ નબળાઈ દેખાડી. 4 સપ્ટેમ્બર 2026 નો વાયદો ₹2,19,375 ના બંધ સામે ₹2,18,280 પર ખુલ્યો અને સવારે ₹2,18,491 સુધી આવી ગયો. પરંતુ બપોરે 12 વાગતા જ તેણે જોરદાર તેજી પકડી. ચાંદી 0.24% અથવા ₹533 ના વધારા સાથે ₹2,19,908 પ્રતિ કિલો પર પહોંચી ગઈ. દિવસનો હાઈ ₹2,18,884 નોંધાયો.
આંતરરાષ્ટ્રીય બજાર અને ઘટાડાનું કારણ
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (COMEX) પર પણ માહોલ નરમ છે. સોનું 0.48% ઘટીને $4,030 પ્રતિ ઓંસ અને ચાંદી 0.41% ઘટીને $57.80 પ્રતિ ઓંસ પર છે. નિષ્ણાતોના મતે કિંમતી ધાતુઓ પર દબાણનું મુખ્ય કારણ અમેરિકી ડોલર ઈન્ડેક્સની મજબૂતી છે. યુએસ-ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે ડોલર ઈન્ડેક્સ ફરી 101 ની ઉપર પહોંચી ગયો છે.
ભૂ-રાજકીય તણાવની અસર
ઈરાન મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે, જ્યારે અમેરિકા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાનનું નિયંત્રણ ઘટાડવા સતત હુમલા કરી રહ્યું છે. આ તણાવને કારણે બજારોમાં અસ્થિરતા છે અને ડોલર મજબૂત બનતા સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં આવી રહેલી ઉથલપાથલે રોકાણકારો અને દાગીના ખરીદનારાઓ બંને મૂંઝવ્યા છે. આજે ચાંદીએ રિકવરી બતાવી હોવા છતાં સોનું હજુ દબાણમાં છે. આંતરાષ્ટ્રીય તણાવ અને ડોલરની ચાલ પર હવે આગામી દિવસોના ભાવ નિર્ભર રહેશે.
