Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

નવસારીમાં 64 રસ્તા બંધ, કાવેરી નદીની સપાટી વધતા 15 ગામોને એલર્ટ

Tue, July 21 2026

નવસારી: આકાશમાંથી જાણે મેઘા તૂટી પડ્યા હોય તેવો નજારો! સત ધોધમાર વરસાદથી નવસારી જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. શહેરના રસ્તાઓ નદી બની ગયા, સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા અને નદીઓની સપાટી ભયજનક સ્તરે પહોંચતા તંત્ર દોડતું થયું છે. કાવેરી નદીના કાંઠે આવેલા 15 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

શહેર જળબંબાકાર, 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા 

નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને મંકોડીયા છાપરા રીંગરોડ અને નવસારી-છાપરા માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિજલપોર વિસ્તારની ગ્રીન પાર્ક અને રોયલ ગાર્ડન સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા 200થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે, પરંતુ કાયમી નિકાલનો કોઈ રસ્તો હજુ નીકળ્યો નથી.

આ પણ વાંચો: ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

જિલ્લામાં 64 રસ્તા બંધ, ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત 

ભારે વરસાદને કારણે જિલ્લાના કુલ 64 રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. તેમાંથી નવસારી ગ્રામ્યમાં જ 17 રસ્તા બંધ છે. અનેક ગામોનો સંપર્ક તૂટતા તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવાયા છે.

કાવેરી નદી 12 ફૂટ પર, 15 ગામોને એલર્ટ 

વરસાદ વચ્ચે દરિયામાં ભરતી નજીક આવતા જિલ્લા તંત્ર વધુ સતર્ક બન્યું છે. કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ચીખલી નજીકથી પસાર થતી કાવેરી નદીની સપાટી 12 ફૂટ સુધી પહોંચી ગઈ છે. નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. સપાટી વધતા ચીખલી રિવરફ્રન્ટ નજીકનો કોઝવે ઓવરફ્લો થયો છે અને નદી કિનારાનું મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. 

સંભવિત જોખમને પગલે કાવેરી કાંઠાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અંબિકા-પૂર્ણાની સ્થિતિ સામાન્ય, તંત્રની અપીલ 

અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ અંબિકા અને પૂર્ણા નદીની સપાટી સામાન્ય છે. પરંતુ ઉપરવાસમાં વરસાદ અને આગામી આગાહીને ધ્યાનમાં રાખીને તમામ નદીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે બિનજરૂરી રીતે નદી, કોઝવે કે નીચાણવાળા વિસ્તારોમાં ન જાય અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.

Tags:

CauveryRiverCommunitySafetyCrisisManagementDisasterPreparednessEmergencyResponseEmergencyServicesFloodAlertFloodAwarenessGovernmentResponseIndiaUpdatesLocalNewsNaturalDisasterNavsariNavsariAlertRainfallImpactRiverLevelRisingRoadsClosedSafetyFirstVillagesOnAlert

Share Article

Other Articles

Previous

અમદાવાદ: મેકડોનાલ્ડમાં મોટી ભૂલ, વેજ બર્ગરને બદલે નોનવેજ મળતા નરોડા શાખા સીલ

Next

ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
છેલ્લા 24 કલાકમાં પારડીમાં 8.19 ઈંચ વરસાદ: ગુજરાતમાં ચોમાસું 2026નો રિપોર્ટ જાહેર
6 કલાક પહેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ
7 કલાક પહેલા
જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!
7 કલાક પહેલા
`વેપન કાર્ટેલ’ની કમર તોડી નાખતી પીસીબી: ૩૮ હથિયાર, ૩૨ કાર્ટિસ, ૨૦ શખસો પકડાયા
7 કલાક પહેલા
Categories

નેશનલ

3289 Posts

Related Posts

બોટલો ફેંકી, પોસ્ટર ફાડ્યા.. મેસ્સીની કોલકાતા ઈવેન્ટમાં ફેન્સ બેકાબૂ, માત્ર 10 મિનિટ જ રોકાયો ફૂટબોલર
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
બાંગ્લાદેશ: મુહમ્મદ યુનુસે ભારતીય હાઈ કમિશન ખાતે પૂર્વ PM મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વ્યાજે આપેલી રકમની ઉઘરાણી બાબતે યુવતી ઉપર નામચીન શખસે દુષ્કર્મ ગુજાર્યું
ક્રાઇમ
3 વર્ષ પહેલા
બિન ખેતીના પ્લોટની માલિકી નહી હોવા છતાં ખોટી રીતે ૧.૪૬ કરોડનું વળતર મેળવી લીધું
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર