Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

Tue, July 21 2026

સેક્સટોર્શનથી ડીપફેક સુધીના ઓનલાઇન જોખમો સામે ગુજરાત પોલીસની સજ્જતા

પ્રથમ બે સપ્તાહમાં ૫,૨૮૯ જાગૃતિ કાર્યક્રમો, સેક્સટોર્શન, ડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા જોખમો સામે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજાયા

વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકો સલામતિ અનુભવે તે માટે ગુજરાત રાજ્ય પોલીસે નવી પહેલ કરી સતત ૨૮ દિવસ વિશેષ અભિયાન ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના પ્રથમ બે સપ્તાહમાં જ ગુજરાત પોલીસની શી-ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાં ૫,૨૮૯ જેટલા જાગૃતિનાં કાર્યક્રમોનુંસફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

રાજ્યનાં પોલીસ વડા જી. એસ. મલિકના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ચલાવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામુદાયિક જોડાણ, ટેક્નોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા સાયબર ગુનાઓ અટકાવવાનો છે.

સીઆઈડી ક્રાઈમ મહિલા સેલ એડીજીપી  અજય ચૌધરીએ જણાવ્યું છે કે, ડિજિટલ યુગમાં મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષા એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ દ્વારા અમે ડીપફેક અને સેક્સટોર્શન જેવા ગંભીર સાયબર ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરી એક સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છીએ. ગુજરાત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ હેઠળ રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ માટેનાં કાર્યક્રમોને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રથમ સપ્તાહ દરમિયાન સાયબર જાગૃતિ અને દ્રશ્યતા અંતર્ગત ૧,૮૭૪ કાર્યક્રમો તેમજ બીજા સપ્તાહ દરમિયાન સેક્સટોર્શન, ડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા ગંભીર ઓનલાઇન જોખમોના નિવારણ માટે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજાયા હતા. આ જન જાગૃતિ કેમ્પનું આયોજન કરીને પોલીસે લાખો નાગરિકો સુધી સીધો સંપર્ક સાધ્યો હતો.

આ પણ વાંચો: 28 IAS અધિકારીઓની બદલી, કમિશનરથી DDO સુધી ફેરફાર કરાયા

અભિયાનના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં વ્યાપક સ્તરે જાગૃતિ અને દ્રશ્યતા વધારવા માટે સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં વિવિધ પ્રવૃત્તિઓ હેઠળ ૧,૮૭૪ જાગૃતિ કાર્યક્રમો અને રેલીનું સફળ આયોજન કરાયું હતું. જેમાં ડિજિટલ અને શારીરિક સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી લોન્ચિંગના ૧૮૫ કાર્યક્રમો, શાળાઓમાં સાયબર સુરક્ષા દિવસ અન્વયે ૪૩૮ કાર્યક્રમો, અને કિશોરી સુરક્ષા દિવસ અંતર્ગત ૩૩૬ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

આ ઉપરાંત વાલીઓને જાગૃત કરવા માટે ૩૧૮ અને શિક્ષકોની તાલીમ માટે ૨૮૧ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ સ્તરે યુવાનોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા માટે કોલેજોમાં સાયબર કેમ્પેઈનના ૨૦૭ કાર્યક્રમો યોજાયા હતા. તેમજ જનભાગીદારી વધારવા વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૦૯ સાયબર રેલીઓ યોજીને નાગરિકોને ડિજિટલ સુરક્ષાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

અભિયાનના દ્વિતીય સપ્તાહમાં જાગૃતિથી એક ડગલું આગળ વધીને સાયબર ગુનાઓના નિવારણ અને સુરક્ષાત્મક પગલાંઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન ડિજિટલ માધ્યમોના સુરક્ષિત ઉપયોગ માટે વિવિધ વિષયો આધારિત કુલ ૪,૧૭૨ જેટલા કાર્યક્રમો અને જનજાગૃતિ કેમ્પનું વિસ્તૃત આયોજન કરાયું હતું. જેમાં સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે ‘સોશિયલ મીડિયા સુરક્ષા’ અન્વયે સૌથી વધુ ૭૪૩ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે ‘ડીપફેક જાગૃતિ’ ના પ૭૮ કાર્યક્રમો, ‘સાયબર સ્ટોકિંગ નિવારણ’ માટે પ૧૪ કાર્યક્રમો, તેમજ વધતા જતા સેક્સટોર્શનના ગુનાઓ સામે લોકોને સચેત કરવા ‘સેક્સટોર્શન વિરોધી દિવસ’ અંતર્ગત પ૨૦ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઓનલાઇન સુરક્ષાના ભાગરૂપે ‘ગેમીંગ સુરક્ષા’ માટે પ૧૨ અને ‘ઓનલાઇન ગ્રૂમિંગનિવારણ’ માટે ૪૬૬ કાર્યક્રમો યોજીને બાળકો અને યુવાનોને રક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત છેવાડાના નાગરિકો સુધી પહોંચવા માટે સમગ્ર રાજ્યમાં કુલ ૪૬૧ જનજાગૃતિ કેમ્પો પણ યોજવામાં આવ્યા હતા.

આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા એ છે તેમાં પોલીસ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના તમામ ફિલ્ડ ઓફિસરો માટે એક્શન પોઈન્ટ્સ નક્કી કરાયા છે. તમામ અધિકારીઓનું મૂલ્યાંકન જાગૃતિ, નિવારણ, અમલીકરણ, તપાસની ગુણવત્તા અને જનવિશ્વાસ જેવા પાંચ મુખ્ય માપદંડો પર કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત પોલીસે રાજ્યના તમામ નાગરિકોને કોઈપણ પ્રકારના સાયબર ગુના કે ઓનલાઇન સતામણીનો ભોગ બનનારને કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવા અપીલ પણ કરી છે.

Tags:

ChildSafetyCommunitySafetyCyberAwarenessDigitalSafetyEmpowerWomenFamilyProtectionGujaratPoliceInternetSafetyMegaCampaignOnlineProtectionOnlineSafetyProtectAndServePublicSafetySafeChildrenSafetyFirstSecureOnlineSocialMediaAwarenessWomenEmpowermentWomensSafety

Share Article

Other Articles

Previous

નવસારીમાં 64 રસ્તા બંધ, કાવેરી નદીની સપાટી વધતા 15 ગામોને એલર્ટ

Next

28 IAS અધિકારીઓની બદલી, કમિશનરથી DDO સુધી ફેરફાર કરાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
છેલ્લા 24 કલાકમાં પારડીમાં 8.19 ઈંચ વરસાદ: ગુજરાતમાં ચોમાસું 2026નો રિપોર્ટ જાહેર
35 મિનિટutes પહેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ
1 કલાક પહેલા
જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!
1 કલાક પહેલા
`વેપન કાર્ટેલ’ની કમર તોડી નાખતી પીસીબી: ૩૮ હથિયાર, ૩૨ કાર્ટિસ, ૨૦ શખસો પકડાયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3289 Posts

Related Posts

સમગ્ર ગુજરાતમાં માવઠાનો માર : આજે 13 જિલ્લામાં યલો એલર્ટ, માવઠાને પગલે પ્રધાનોને દોડાવતા CM, છેલ્લાં 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ
ગુજરાત
9 મહિના પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
Entertainment
5 મહિના પહેલા
રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર સુવિધા ખૂટતી હોવાની MLA ડો.દર્શિતા શાહની રાવ, લોકમેળાનું સ્થળ બદલવા માગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગૂગલના તમામ યુઝર્સને ફ્રીમાં મળશે આ ખાસ ફીચર, જાણો ફાયદા
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર