Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલહેલ્થ

હવે દરરોજ નહીં, અઠવાડિયે એક જ વખત ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવું પડશે

Fri, July 10 2026

સમગ્ર વિશ્વમાં પ્રથમ લોન્ચિંગ ભારતમાં: દર્દીઓને મોટી રાહત, વર્ષમાં 365ને બદલે માત્ર 52 ડોઝ

ડાયાબિટીસની સારવારમાં ઐતિહાસિક ગણાય તેવી સિદ્ધિરૂપે ડેનમાર્કની કંપની Novo Nordiskએ ભારતમાં વિશ્વનું પ્રથમ અને એકમાત્ર અઠવાડિયામાં એક વખત અપાતું બેઝલ ઇન્સ્યુલિન ‘Awiqli (ઇન્સ્યુલિન આઇકોડેક)’ લોન્ચ કર્યું છે. આ નવી થેરાપીથી રોજ ઇન્સ્યુલિન લેવાની જરૂરિયાત ઘટીને વર્ષમાં 365 ઇન્જેક્શનના બદલે માત્ર 52 ઇન્જેક્શનની થઈ જશે.જેના કારણે દર્દીઓ પરની શારીરિક તેમજ માનસિક સારવારની મુશ્કેલી નોંધપાત્ર રીતે ઘટશે.

ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસના પુખ્ત દર્દીઓ માટે રજૂ કરાયેલું Awiqli વિશ્વનું પ્રથમ વીકલી બેઝલ ઇન્સ્યુલિન છે. અત્યાર સુધી મોટાભાગના દર્દીઓને દરરોજ અથવા દિવસમાં એકથી વધુ વખત ઇન્સ્યુલિન લેવું પડતું હતું, જ્યારે હવે માત્ર અઠવાડિયામાં એક વખત ઇન્જેક્શનથી જ બ્લડ સુગરનું નિયંત્રણ શક્ય બનશે.

કંપનીના જણાવ્યા મુજબ ભારતમાં ઘણા દર્દીઓ દરરોજ ઇન્જેક્શન લેવાના ડર, દુખાવો અને સારવારની જટિલતાને કારણે વર્ષો સુધી ઇન્સ્યુલિન શરૂ કરવામાં વિલંબ કરે છે. નવી થેરાપી આ સૌથી મોટી અડચણ દૂર કરીને દર્દીઓને સમયસર ઇન્સ્યુલિન સારવાર તરફ પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો: સમગ્ર દેશની સ્કૂલોને ‘એ માલિક તેરે બંદે હમ’ ની પ્રાર્થના આપનાર સંગીતકાર વસંત દેસાઈનો અંત આટલો દર્દનાક કેમ?

આ ઇન્સ્યુલિન FlexTouch પેન દ્વારા અપાશે. ક્લિનિકલ ટ્રાયલમાં તે રોજ અપાતા ઇન્સ્યુલિનની સરખામણીએ બ્લડ સુગર નિયંત્રણમાં વધુ અસરકારક સાબિત થયું છે. સાથે જ સલામતીનું સ્તર પણ લગભગ સમાન રહ્યું છે. વધુ દર્દીઓમાં HbA1cનું પ્રમાણ 7 ટકાથી નીચે લાવવામાં પણ સફળતા મળી હોવાનું કંપનીએ જણાવ્યું છે.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

ભારતમાં હાલમાં લગભગ 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, જ્યારે 13.6 કરોડ લોકો પ્રિ-ડાયાબિટીસની સ્થિતિમાં છે. દેશમાં આશરે 9 લાખથી વધુ ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓ છે અને ટાઇપ-2 ડાયાબિટીસના અંદાજે 10 ટકા દર્દીઓને પણ ઇન્સ્યુલિનની જરૂર પડે છે.લાખો દર્દીઓ રોજ ઇન્સ્યુલિન લેવાના ડર, દુખાવો, ખર્ચ અને નિયમિતતા જાળવવાની મુશ્કેલીને કારણે સારવાર મોડી શરૂ કરે છે અથવા વચ્ચે જ છોડી દે છે. તબીબોના જણાવ્યા પ્રમાણે અઠવાડિયામાં માત્ર એક વખત ઇન્સ્યુલિન લેવાની સુવિધાથી દર્દીઓ સારવાર વધુ નિયમિત રીતે ચાલુ રાખી શકશે અને બ્લડ સુગર પર વધુ અસરકારક નિયંત્રણ મેળવી શકશે. નિષ્ણાતોના મતે આ નવી થેરાપી ખાસ કરીને ભારતીય દર્દીઓમાં ઇન્સ્યુલિન અંગેનો ભય ઘટાડીને સમયસર સારવાર શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Tags:

BetterLivingChronicIllnessDiabetesAwarenessDiabetesCareDiabetesManagementHealthInnovationHealthTechHealthyLifestyleInsulinInjectionsInsulinRevolutionMedicalBreakthroughPatientEmpowermentType1DiabetesType2DiabetesWeeklyInsulin

Share Article

Other Articles

Previous

હવે 24 કલાક હનુમાનજી સાથે વાત કરો અમદાવાદની સ્ટાર્ટઅપનું અનોખું AI પ્લેટફોર્મ લોન્ચ

Next

સમગ્ર દેશની સ્કૂલોને ‘એ માલિક તેરે બંદે હમ’ ની પ્રાર્થના આપનાર સંગીતકાર વસંત દેસાઈનો અંત આટલો દર્દનાક કેમ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનું મોત – જાણો લક્ષણો
16 મિનિટutes પહેલા
નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ
41 મિનિટutes પહેલા
અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ
1 કલાક પહેલા
12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3246 Posts

Related Posts

સોની વેપારી બંધુઓ પર પિતરાઈ ભાઈનો હિચકારો હુમલો
રાજકોટ
2 વર્ષ પહેલા
ખેડૂત આંદોલન દરમિયાન શંભુ બોર્ડર પર ખેડૂતે કર્યો આપઘાત : ખેડૂતોમાં રોષ વધ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : મહાપાલિકામાં કોંગ્રેસનો ‘લાકડા’ જેવો વિરોધ !
રાજકોટ
2 વર્ષ પહેલા
LoC પર ભારતીય સેનાને મળી મોટી સફળતા : ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીને ઠાર માર્યા, કુખ્યાત BATના આતંકવાદીનો પણ સમાવેશ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર